આગામી પાંચ દિવસમાં સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ ૫ડવાની સંભાવનાઃ ભારતીય હવામાન વિભાગ.**** ગાંધીનગર ખાતે રાહતનિયામકશ્રીના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની સમીક્ષા બેઠક યોજાઈ.
આગામી પાંચ દિવસમાં સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ ૫ડવાની સંભાવનાઃ ભારતીય હવામાન વિભાગ. **** ગાંધીનગર ખાતે રાહતનિયામકશ્રીના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની સમીક્ષા બેઠક યોજાઈ. ગાંધીનગર ખાતે રાહત નિયામક શ્રી સી. સી. પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની મીટીંગ યોજાઈ હતી, જેમાં IMDના અઘિકારી શ્રી એમ. મોહન્તીએ ચોમાસાનું ગુજરાતમાં આગમન થઇ ગયું છે તેમ જણાવતા કહ્યું કે, આગામી પાંચ દિવસમાં સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ ૫ડવાની સંભાવના છે. જ્યારે સમગ્ર ચોમાસા દરમિયાન ૯૬ થી ૧૦૪ ટકા વરસાદ ૫ડવાની શક્યતા રહેલી છે. છેલ્લા ૨૪ કલાક રાજ્યમાં થયેલ વરસાદની માહિતી આપતાં રાહત નિયામકશ્રીએ જણાવ્યું હતું કે, સવારના ૬.૦૦ થી બપોરના ૨.૦૦ સુઘી રાજ્યમાં બે જિલ્લાઓના બે તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે ખેડા જિલ્લાના નડીયાદ તાલુકામાં ૦૭ મીમી. વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુઘી તા. ૧૪/૦૬/૨૦૨૨ અંતિત ૧૪.૪૫ મીમી વરસાદ થયો છે, જે છેલ્લાં ત્રીસ વર્ષની રાજ્યની સરેરાશ ૮૫૦ મીમી.ની સરખામણીએ ૧.૭૦ ટકા છે. કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, ચાલું વર્