પોસ્ટ્સ

જાન્યુઆરી 26, 2023 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

અરવલ્લી જિલ્લાકક્ષાનો ૭૪મો પ્રજાસત્તાક પર્વ મેઘરજની પી.સી.એન હાઈસ્કૂલ ખાતે જિલ્લા સમાહર્તા શ્રી નરેન્દ્રકુમાર મીનાની ઉપસ્થિતિમાં યોજાયો હતો.જયાં તેમણે ધ્વજવંદને સલામી આપી પોલીસ પ્લાટુનનું નિરીક્ષણ કર્યું હતું.

છબી
અરવલ્લી જિલ્લાકક્ષાનો ૭૪મો પ્રજાસત્તાક પર્વ મેઘરજની પી.સી.એન હાઈસ્કૂલ ખાતે જિલ્લા સમાહર્તા શ્રી નરેન્દ્રકુમાર મીનાની ઉપસ્થિતિમાં યોજાયો હતો.જયાં તેમણે ધ્વજવંદને સલામી આપી પોલીસ પ્લાટુનનું નિરીક્ષણ કર્યું હતું.  કલેકટર શ્રી નરેન્દ્રકુમાર મીનાએ જિલ્લાવાસીઓને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી શુભેચ્છાઓ અપર્ણ કરી હતી. તેમણે વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા આપણા દેશની એકતા અને અખંડિતાને ટકાવી રાખવામાં સંવિધાનનો મોટો ફાળો હોવાનું જણાવી દરેક નાગરિકને બંધારણમાંથી મળેલ મૂળભૂત ફરજો અને મૌલિક અધિકારોની સમજ આપી તેના દાયિત્વને નિભાવવા અરજ કરી હતી. વૈવિધ્યતાથી સમૃધ્ધ એવા દેશના નાગરિકો લોકશાહિને સાચવી રહ્યા હોવાનું પણ તેમણે ઉમેર્યુ હતું. છેવાડાના માણસ સુધી સ્વરાજના ફળ પંહોચાડવા રાજ્યની આ સરકાર કામ કરી રહી હોવાનું ઉમેરી તેમણે લોકામિભુખ અને પારદર્શક વહિવટીનો અહેસાસ પ્રજાને થઇ રહ્યો હોવાનું તેમણે ઉમેર્યુ હતું.   કલેકટરશ્રીએ વૈશ્વિક મહામારીમાં કોરોનાને મ્હાત આપવા સૌ લોકો એકજુટ બન્યા  જેથી પરિસ્થતિને કાબુમાં લઇ શક્યા હોવાનું જણાવતા ઉમેર્યુ હતુ કે, દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભ