મોડાસા ક્ષેત્રમાં જન જનમાં માનવતાની જ્યોતિ જગાવી રહેલ ગાયત્રી ચેતના કેન્દ્રનો તૃતીય વાર્ષિકોત્સવ ઉજવાયો.
મોડાસા ક્ષેત્રમાં જન જનમાં માનવતાની જ્યોતિ જગાવી રહેલ ગાયત્રી ચેતના કેન્દ્રનો તૃતીય વાર્ષિકોત્સવ ઉજવાયો. મોડાસામાં ત્રણ વર્ષ અગાઉ દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલય, હરિદ્વારના પ્રતિકુલપતિ આદરણીય ડૉ. ચિન્મય પંડ્યાજીના સ્વહસ્તે ગાયત્રી ચેતના કેન્દ્રની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. ત્યારબાદ આ જન જાગૃતિ કેન્દ્ર આધ્યાત્મિકતા તેમજ વૈજ્ઞાનિક પ્રતિપાદન સાથે સક્રિય કાર્યરત રહ્યું છે. જન માનસમાં માનવ સેવાની ભાવના જાગૃત થાય તે માટે અનેક પ્રકારના આંદોલન સમગ્ર મોડાસા તેમજ આસપાસના ગામોમાં ચલાવી રહ્યું છે. આઓ ઘડીએ સંસ્કારવાન પેઢી-ગર્ભ સંસ્કાર , પર્યાવરણ બચાવ, વૃક્ષ ગંગા અભિયાન, યુવા જાગૃતિ, નારી જાગરણ, બાળ સંસ્કાર કેન્દ્રો, નશા મુક્તિ, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન વિસ્તાર , બાળકોમાં કૌશલ્ય વિકાસ, વિદ્યાર્થીઓને નિ: શુલ્ક પૂરક શિક્ષણ તેમજ કોરોનાની મહામારી સામે વાયુ પ્રદૂષણ મુક્ત હેતું ઔષધીય જડીબુટ્ટીઓ યુક્ત હવન સામગ્રી દ્વારા વાતાવરણને સેનેટાઈઝ હેતું ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ આંદોલન ચલાવવામાં આવ્યું. આ ઉપરાંત યુવાઓ ( જી.પી.વાય.જી.) દ્વારા છેલ્લા ઓગણીસ રવિવારથી સતત વૃક્ષોના જતન માટે પ્રાણવાન સન્ડે ના અભિય