પોસ્ટ્સ

ડિસેમ્બર 22, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

દાંતા : ગાંધીના ગુજરાતમાં દારુબંધીની વાતો માત્રને માત્ર કાગળ ઉપર જ જોવા મળી રહી છે. દાંતામા નજર પડે ત્યા કચરામાં વીદેશી દારૂની બોટલો જોવા મળી રહી છે ખુલ્લેઆમ થતા દારૂ વેચાણની ચાડી ખાઈ છે.

છબી
દાંતામા વિદેશી દારૂની બોટલો નજરે ચડી રહી છે દારૂનુ અડ્ડાઓ બાબતે અગાઉ પણ લેખિત આપવામાં આવી ચુક્યુ છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી, યાત્રાધામ અંબાજી પણ આજ તાલુકામાં આવેલું છે દાંતા : ગાંધીના ગુજરાતમાં દારુબંધીની વાતો માત્રને માત્ર કાગળ ઉપર જ જોવા મળી રહી છે. દાંતામા નજર પડે ત્યા કચરામાં વીદેશી દારૂની બોટલો જોવા મળી રહી છે ખુલ્લેઆમ થતા દારૂ વેચાણની ચાડી ખાઈ છે. દાંતા મોહોબ્તગઢ ભેમાળ જેવા વિસ્તારોમાં વિદેશી દારૂના બુટલેગરો કાળા કાચ અને વગર નંબર પ્લેટ વગરની ગાડીમાં લઈને બેફામ બન્યા છે ત્યારે દારૂના અડ્ડાઓ ઉપર કયા સાહેબના આશીર્વાદ મળ્યા છે તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે દુષણને ડામવા લોકો માગ પોકારી રહ્યા છે. જાણવા મળ્યા મુજબ  દાંતા પોલીસની લેશમાત્ર ફડક વિના ખુલ્લેઆમ વિદેશી દારૂના અડ્ડાઓ જોવા મળી રહ્યા છે. દાંતા વિસ્તારમાં ઓડવાસ મોહોબતદગઢ ભેમાળ વિસ્તારમાં-વિદેશી દારૂનુ વેચાણ થતુ જોવા મળી રહ્યુ છે. આ દુષણથી સ્થાનિક લોકો પરેશાનો ભોગ બની રહ્યા છે. પરંતુ આ ગોરખ ધંધા પોલીસ તંત્રને દેખાતા નથી પોલીસ આંખો આડા કાન કરી રહ્યું છે. દાંતા વિસ્તારમાં દારૂના દુષણને ડામવા પ

અરવલ્લી જિલ્લાની મોડાસા ખાતે આવેલ અન્ન નાગરિક પુરવઠા વિભાગના ગોડાઉનની મુલાકાત લીધી હતી

છબી
અરવલ્લી જિલ્લાની મોડાસા ખાતે  આવેલ અન્ન નાગરિક પુરવઠા વિભાગના ગોડાઉનની મુલાકાત લીધી હતી  અરવલ્લી જિલ્લાની મોડાસા ખાતે  આવેલ અન્ન નાગરિક પુરવઠા વિભાગના ગોડાઉનના મુલાકાત  ગુજરાત સરકારના રાજયકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા ,સામાજિક  ન્યાય અધિકારીતા મંત્રીશ્રી  ભીખુસિંહ પરમારે ગોડાઉનની મુલાકાત લઇ ગોડાઉનમાં ઉપલબ્ધ  અનાજ જથ્થા ની તેમજ ગુણવત્તાની ચકાસણી કરી હતી. અને મંત્રીશ્રીએ અધિકારીશ્રીએ સાથે સર્ચા વિચારણા કરી  જરૂરી માર્ગદર્શન   આપ્યુ  હતુ.  મંત્રીશ્રીના સાથે જિલ્લા  પુરવઠા  અધિકારીશ્રી , પુરવઠા મામલદારશ્રી ગોડાઉન  મેનેજર વગેરે ઉપસ્થિત રહયા હતા.બ્યુરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

અરવલ્લી કલેક્ટરશ્રી ડૉ.નરેન્દ્રકુમાર મિનાના અધ્યક્ષસ્થાને મોડાસા ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો.

છબી
અરવલ્લી કલેક્ટરશ્રી ડૉ.નરેન્દ્રકુમાર મિનાના અધ્યક્ષસ્થાને મોડાસા ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો. કલેકટરશ્રી ડૉ.નરેન્દ્રકુમાર મિનાના અઘ્યક્ષસ્થાને મોડાસા કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં કુલ ૨૦ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી.આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ગેરકાયદેસર દબાણ, ટ્રાફિક સમસ્યા, વીજ કનેકશન જેવા પ્રશ્નો,લાભાર્થીઓને યોજનાકીય લાભ મળવા બાબત, વિવિધ નિમણુક આપવા બાબત, પારિવારિક પ્રશ્નો વગેરે અંગેની રજૂઆત કરવામાં આવી હતી. કલેક્ટરશ્રીએ અરજદારોના આ પ્રશ્નો સાંભળીને તેનો સ્થળ ઉપર જ નિકાલ કર્યો હતો. તેઓએ અરજદારો સાથે સીધો સંવાદ કરી તેમને નડતા પ્રશ્નો અંગે પૂછપરછ કરી જરૂરી સહાય- મદદની ખાતરી આપી હતી.કલેક્ટરશ્રીએ પ્રશ્નોની રજૂઆત સાંભળીને આ બાબતે સત્વરે ધ્યાન આપીને તુરંત આ પ્રશ્નોનો નિકાલ કરવાં માટે જિલ્લા તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓને સૂચના આપી હતી.બ્યુરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.