અંબાજી શહેર કોંગ્રેસ પ્રમુખે મોદીનાઊંઘા પોસ્ટરને લઈને ટોણો માર્યો*
*અંબાજી શહેર કોંગ્રેસ પ્રમુખે મોદીનાઊંઘા પોસ્ટરને લઈને ટોણો માર્યો* ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ગયા છે અને દરેક સીટ પર ઉમેદવારો જોરશોર થી હાઈટેક પ્રચાર કરી રહ્યા છે ત્યારે ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે પણ વિવિધ રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકાઓ આવેલા છે જેમાં 9 વિધાનસભા સીટ આવેલી છે, હાલમાં નવ સીટ પૈકી સાત સીટ કોંગ્રેસ પાસે છે અને બે સીટ ભાજપ પાસે છે ત્યારે જોવાનું એ રહેશે કે આ વખતે મતદારો ભાજપ,કોંગ્રેસ અને આપને કેટલી સીટ આપે છે. બનાસકાંઠા જિલ્લામાં દાંતા વિધાનસભા સીટ કોંગ્રેસનો ગઢ ગણાય છે આ વિસ્તારની વાત કરવામાં આવે તો દાંતા તાલુકો પહાડી અંતરિયાળ અને આદિવાસી બહુમતી ધરાવતો વિસ્તાર છે. ભાજપ કોંગ્રેસ અને આપ અને અપક્ષ આમ કુલ ચાર ઉમેદવારો દાંતા વિધાનસભા સીટ ઉપર ઉમેદવારી નોંધાવી છે ત્યારે જોવાનું એ રહેશે કે મતદારો કઈ પાર્ટીના નેતા ને વિધાનસભા મોકલે છે. 25 નવેમ્બર ના રોજ અંબાજી ખાતે પુષ્પાવતી ધર્મશાળા માં કોંગ્રેસ કાર્યાલય નું ઉદઘાટન રાખવામાં આવ્યું હતું. જેમાં દાંતા વિસ્તારના ધારાસભ્ય કાંતિ ખરાડી અન