ઈડર તાલુકાના ગોલવાડા ગામના ધુણીયા તળાવ જવાના રસ્તા માં કોન્ટ્રાક્ટર દ્વારા પાણીની લાઈન રસ્તાની વચ્ચોવચ્ચ નાખવાથી ખેતરમાં રહેતા 30 થી વધુ ઘરવાળાઓને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. કોન્ટેક્ટરને વારંવાર રજુઆતો કરવા છતાં આંખ મીંચામણાં કરી રહ્યા છે. રસ્તા માં 3 ફુટથી વધુ ઉંડા ખાડા હોવા થી કોઈ નું મુત્યુ થશે તેની રાહ જોય રહ્યા છે તેવું લાગી રહ્યું છે. કોઈ અચાનક ખાડામાં પડી જવાથી મૃત્યુ થશે તો જવાબદારી કોની રેહસે. 2 મહિના થી લાઈન ગોદી હોવા છતા કોઈ જોવા આવ્યું નથી. પાણીનો ટાંકો નથી બનાવ્યો ને પહેલા લાઈનો નાખીને રસ્તા ની પથારી ફેરવી નાકી છે કોંગ્રેસ પુવૅ જિલ્લા પંચાયત ના પ્રમુખ ને વાત કરવા છતોય કોઈ નીરા કારણ આવ્યું નથી 2020 મા દરેક ઘરના સભ્યો દિઠ 400 રુપિયા ઉઘરાવીને 17500 નું પોતાના સ્વ ખર્ચે રસ્તાનુ કામ કરાવ્યું હતું પણ કોન્ટ્રાક્ટર ની બે દરકારી ના કારણે પાણી પેલા રસ્તો તોડી નાખ્યો છે.આજે કોઈ બિમાર કે મરણ પામે તો બિજા ગામે થી જેવાકે રાવોલ કમાલપુર થઈ ને જવુ પડે છે.અને દરરોજ દુધ ભરાવવા માટે 2 કિલોમીટર ના બદલે 6 કિલોમીટર થઈને જવુ પડે છે.આ રસ્તાની માંગ 2 દિવસમા જો પુરુ નહીં થાય તો ઈડર કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવશે. અને આંદોલન કરવામાં આવશે લોકો દ્વારા એવી ચીમકી આપવામાં આવી છે. રિપોર્ટ ગોવિંદ ઠાકોર લિંક મેળવો Facebook X Pinterest ઇમેઇલ અન્ય ઍપ સપ્ટેમ્બર 20, 2021 https://primehindusthannews.blogspot.Com