બિપોરજોય વાવાઝોડા બાદની સૌથી વધુ અસરો દાંતા તાલુકાના ઉમેદપુરા ગામમાં જોવા મળી
*બિપોરજોય વાવાઝોડા બાદની સૌથી વધુ અસરો દાંતા તાલુકાના ઉમેદપુરા ગામમાં જોવા મળી* *ગામમાં નથી રોડ રસ્તા નથી તેના કારણે 108 પણ નથી આવતી શક્તિ તેને કારણે અમારે બહુ તકલીફ પડે છે તાજેતરમાં ગુજરાતમાંથી બીપોરજોય વાવાઝોડું પસાર થયું છે. વાવાઝોડું પસાર થયા બાદની સૌથી વધુ અસરો દાંતા તાલુકામાં અને બનાસકાંઠા જિલ્લામાં જોવા મળી. દાંતા તાલુકામાં સીઝનનો 42 ટકા વરસાદ પણ પડી ગયો છે ત્યારે હજુ ચોમાસાની ઋતુ ની શરૂઆત થઈ નથી ત્યારે દાંતા તાલુકાના પહાડી વિસ્તારમાં આવેલા નાના-મોટા નદી નાળામાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ છે અને આ કારણે દાંતા તાલુકામાં પાણીનો પ્રશ્ન હાલ પૂરતો ઉકેલાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે તો બીજી તરફ દાંતા તાલુકાના અનેક ગામોમાં ઝાડ પડવાના અને ખેતીના પાક બગાડવાના અનેક બનાવો સામે આવ્યા છે. દાંતા તાલુકાના ધરોઈ ડેમ પાછળ આવેલા અને ધરોઈ ડુબમાં ગયેલું ગામ ઉમેદપુરા ગુજરાતના અન્ય ગામોથી અલગ પડે છે કારણ કે આ ગામમાં જવા માટે કોઈ પાકા રસ્તાની સરકાર તરફથી વ્યવસ્થા કરવામાં આવી નથી આ ગામમાં કોઈ પણ પ્રકારના ખાનગી કે એસ.ટી ના વાહનો પણ આવતા નથી આ ગામ ચારે તર