પોષણ માહ અંતર્ગત અરવલ્લી જિલ્લા આઇ.સી.ડી.એસ. દ્વારા પોષણ માસ અંતર્ગત યોજાયો કાર્યક્રમ.પોષણ” પર વિશેષ ભાર આપી જિલ્લાને કુપોષણ મુક્ત બનાવવા આંગણવાડી કાર્યકરોને આઈ.સી.ડી.એસ.ના જિલ્લા અધિકારીઓનો અનુરોધ.
પોષણ માહ અંતર્ગત અરવલ્લી જિલ્લા આઇ.સી.ડી.એસ. દ્વારા પોષણ માસ અંતર્ગત યોજાયો કાર્યક્રમ. પોષણ” પર વિશેષ ભાર આપી જિલ્લાને કુપોષણ મુક્ત બનાવવા આંગણવાડી કાર્યકરોને આઈ.સી.ડી.એસ.ના જિલ્લા અધિકારીઓનો અનુરોધ. બાળકના જન્મથી લઈને એક હજાર દિવસ સુધી કાળજી લેવાની રીત અંગે જરૂરી માર્ગદર્શન આપતા ICDS ના પ્રોગ્રામ ઓફીસરશ્રી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મહિલાઓ તેમજ બાળકોના પોષણસ્તરમાં સુધારો લાવવાના હેતુથી શરૂ કરાયેલા પોષણ માહને અનુલક્ષીને અરવલ્લી જિલ્લા આઈ.સી.ડી.એસ. દ્વારા વાનગી નિદર્શન કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લાને કુપોષણમુક્ત કરવાની નેમ સાથે યોજાયેલા ઉક્ત કાર્યક્રમમાં આઈ.સી.ડી.એસ.ના જિલ્લા પ્રોગ્રામ ઓફીસરે કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓને બાળકના જન્મથી લઈને પ્રથમ એક હજાર દિવસ દરમિયાન બાળકોની કેવી રીતે સારસંભાળ લેવી, સગર્ભાવસ્થા દરમિયાન અને બાળકના જન્મ બાદ બે વર્ષ સુધી સ્તનપાન સાથે કાળજી લેવા અંગે જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું. વધુમાં સરકારશ્રીની પોષણસુધા યોજના અંતર્ગત સગર્ભા માતાઓના ખોરાક તેમજ આયર્નની ગોળી લેવા સહિત બહારની ચીજ-વસ્તુઓ ગ્રહણ ન કરવા અંગે વિસ્તૃતમાં સમજ