પોસ્ટ્સ

જુલાઈ 16, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

યાત્રાધામ અંબાજીને રેલ્વે લાઇનથી જોડવાની મંજુરી મળતાં જમીન સંપાદન માટે પાલનપુર ખાતે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ*

છબી
*યાત્રાધામ અંબાજીને રેલ્વે લાઇનથી જોડવાની મંજુરી મળતાં જમીન સંપાદન માટે પાલનપુર ખાતે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ* *જમીન સંપાદનની કામગીરી સમયસર પૂર્ણ કરી યાત્રાધામ અંબાજીને રેલ્વે સેવાથી જોડવામાં  આવશેઃકલેકટરશ્રી આનંદ પટેલ તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીને રેલ્વે લાઇનથી જોડવા માટે તારંગા હિલ- અંબાજી- આબુરોડ નવી રેલ્વે પરિયોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ સુચિત ૧૧૬.૬૫ કિ.મી. લાંબી રેલ્વે પરિયોજનાથી તારંગા હિલ, અંબાજી શક્તિપીઠ અને આબુરોડ સુધી રેલ કનેક્ટિવિટી મળશે. અંદાજે રૂ. ૨૭૯૮.૧૬ કરોડના ખર્ચે સાકાર થનારી આ રેલ્વે પરિયોજના ૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે.             યાત્રાધામ અંબાજીને રેલ્વે લાઇનથી જોડવાની મંજુરી મળ્યા બાદ જમીન સંપાદનની કામગીરી માટે પાલનપુર કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને રેલ્વે, વન વિભાગ, મહેસૂલ, માર્ગ અને મકાન, પંચાયત અને જી.એમ.ડી.સી.ના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. બેઠકમાં કલેકટરશ્રીએ જણાવ્યું કે, કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ...

અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મિનાની અધ્યક્ષતામાં મળી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક.

છબી
અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મિનાની અધ્યક્ષતામાં મળી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક. અરવલ્લી જીલ્લાના હિત અને પ્રશ્નોના સમાધાન માટે મળી જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક . આજે મોડાસા કલેકટર કચેરી ખાતે કલેકટર શ્રી ની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી. જેમાં ધારાસભ્ય શ્રી જશુભાઇ પટેલે ખેડૂતોના પ્રશ્નો, વિદ્યાર્થીઓ માટે રેગ્યુલર બસ,નગરપાલિકાના  પ્રશ્નો, જળસંચય, જમીન સંપાદન,માર્ગ વિકાસ, વિજળી, શિક્ષણ, રેવન્યુંને લગતા પ્રશ્નોને સાંભળવામાં આવ્યા. જવાબદાર અધિકારીઓ દ્રારા તેમના યોગ્ય જવાબ આપવામાં આવ્યા.લોકોની અરજીઓના યોગ્ય નિકાલની પણ ચર્ચા કરાઈ. વહીવટી કામગીરીને ઝડપી અને પરિણામ સભર બનાવવા પણ સૂચન કરાયા. બેઠકમાં જિલ્લાની  વિકાસલક્ષી યોજનાઓ જેવીકે આદર્શ ગ્રામ યોજના,અન્ય  યોજનાઓ ને લઇને ચર્ચા કરવામાં આવી. જિલ્લા વિકાસને લઇને પણ બેઠકમાં ચર્ચાવિચારણા કરવામાં આવી.  15મી ઓગસ્ટ રાજ્યકક્ષાના કાર્યક્રમને  લઈને કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી. બેઠકમાં 'હર ઘર તિરંગા' કાર્યક્રમની ચર્ચા કરવામાં આવી. આવન...

જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી અરવલ્લી સંચાલિત યુવા-ઉત્સવ ૨૦૨૨-૨૩ યોજાશે .

છબી
જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી અરવલ્લી સંચાલિત યુવા-ઉત્સવ ૨૦૨૨-૨૩ યોજાશે . રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી અરવલ્લી સંચાલિત યુવા-ઉત્સવ ૨૦૨૨-૨૩ યોજાનાર છે. ૧૫ થી ૨૯ વર્ષની વયજૂથમાં ત્રણ વિભાગ રહેશે. (૧) ૧૫ થી ૨૦ વર્ષ “અ” વિભાગ (૨) ૨૦ થી ૨૯ વર્ષ “બ” વિભાગ (૩) ૧૫ થી ૨૯ વર્ષ ખુલ્લો વિભાગ યોજાશે. સાહિત્ય વિભાગ (૧)વકતૃત્વ, (૨) નિબંધ, (૩) પાદપૂર્તિ, (૪) ગઝલ-શાયરી લેખન, (૫) કાવ્ય લેખન (૬) દોહા છંદ ચોપાઇ, (૭) લોકવાર્તા., કળા વિભાગ  (૧) સર્જનાત્મક કારીગરી (૨) ચિત્રકલા,  સાંસ્કૃતિક વિભાગ, (૧) લગ્ન ગીત (૨) હળવું કંઠ્ય સંગીત (૩) લોકવાઘ (૪) ભજન (૫) સમૂહગીત (૬) એકા પાત્રીય અભિનય, આ તમામ સ્પર્ધા ઓનલાઇન થવાની હોય જેથી એન્ટ્રી DVD/Pen Drive થી મોકલવાની રહેશે. (૧) લોકા નૃત્ય (૨) લોક ગીત (૩) એકાંકી(હિન્દી/અંગ્રેજી) (૪) શાસ્ત્રીય કંઠ્ય સંગીત (૫) કર્ણાટકી સંગીત (૬) સિતાર (૭) વાંસળી (૮) તબલાં (૯) વીણાં (૧૦) મૃદંગમ (૧૧) હાર્મોનીયમ ...