પોસ્ટ્સ

મે 21, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

થરાદ તાલુકાના ભૂરિયા મુકામે 11મુખી હનુમાન દાદાની વિરાટ પ્રતિમા નિર્માણ નુ કામગીરી શરૂ થતાં હનુમાન ભક્તોમાં આનંદ છવાયો..

છબી
થરાદ તાલુકાના ભૂરિયા મુકામે 11મુખી હનુમાન દાદાની વિરાટ પ્રતિમા નિર્માણ નુ કામગીરી શરૂ થતાં હનુમાન ભક્તોમાં આનંદ છવાયો..  બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ભૂરિયા મુકામે 11મુખી હનુમાનજી ધામ ખાતે 11મુખી હનુમાનજીની જોધપુરી લાલ પથ્થર માંથી 31ફૂટ ઉંચી તથા 150 ટન વજનની વિરાટ પ્રતિમા નિર્માણનુ કામ કાજ શરૂ થતાં 11મુખી હનુમાન દાદા ના વિશાળ ચાહક વર્ગમાં ખુશીનો માહોલ છવાયો છે 11મુખી હનુમાન ધામના મહંત ઘેવરદાસ બાપુ દ્રારા વિશ્વના પ્રાણી માત્ર ના કલ્યાણ માટે દર શનિવારે 11મુખી હનુમાન દાદા ના સાનિધ્યમાં સુંદર કાંડ પાઠ કરવાની અનોખી શ્રુખલા શરૂ કરવામાં આવેલ છે તેમા આજે સતત 82મા શનિવારે માનસ કથાકાર શાસ્ત્રી વિક્રમ ભાઈ દવે ના મુખે વૈષ્ણવ પ્રકાશદાસજી ભગવાનદાસજી મુ પરાવા તા સાંચોર રાજ,.ના સૌજન્ય થી યોજાયો આ પ્રસંગે થરાદ તાલુકા ભાજપાના મહામંત્રી અભેરામભાઈ રાજગોર, વરિષ્ઠ અધ્યાપક ઓમપ્રકાશ વૈષ્ણવ સાંકડી, ગણપતદાસ પુરાવા, ભરતદાસ વાઘાસણ ,બાલકદાસ બાપુ તથાબહોળી સંખ્યામાં ભક્તજનો તથા ગણમાન્ય લોકો ની હાજરીમા યોજાયો  11મુખી હનુમાન દાદા ના અપરંપાર પરચાઓને કારણે દર શનિવારે દુર દુરથી શ્રદ્ધાળુઓ નો મ

અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં મળી પ્રધાનમંત્રી આદર્શગામ યોજનાની જિલ્લા કક્ષાની અનુસરણ સમિતિની બેઠક

છબી
અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં મળી પ્રધાનમંત્રી આદર્શગામ યોજનાની જિલ્લા કક્ષાની અનુસરણ સમિતિની બેઠક અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં કેન્દ્રીય પુરસ્કૃત પ્રધાનમંત્રી આદર્શ ગામ યોજનાની સમીક્ષા માટે જિલ્લા કક્ષાની અનુસરણ સમિતિની બેઠક મળી. આ બેઠકમાં જિલ્લાના પસંદગી પામેલ ભિલોડા તાલુકાના મોટીબેબાર ગામ અને ભિલોડા તાલુકાના ઉકરડી ગામના વિકાસ કાર્યોની ચર્ચા કરાઈ. ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, રોડ રસ્તા, પાણીની ટાંકી, ગ્રામ પંચાયતના બાંધકામની કામગીરીની પણ સમિક્ષા કરાઈ. આ યોજનાથી ગામમાં કોઈ પણ વ્યક્તિ મકાન વીના નહિ રહે. જરુરી એવી તમામ સુવિધઓથી આ ગામ સજજ હશે. બેઠકમાં સરકાર દ્રારા મંજૂર થયેલા કામોની પ્રગતિ અંગે સમીક્ષા કરવામાં આવી.બેઠકમાં ગ્રામ પંચાયતે આપેલ કામ પૈકી કચેરી હસ્તકના કામોની પણ વિગત મેળવાઈ. આ ઉપરાંત જીલ્લાના લાભાર્થીઓને આપતા લાભ અંગે પણ ચર્ચા કરવામાં આવી. આજની બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી ડૉ. નરેન્દ્રકુમાર મીના , અધિક નિવાસી કલેકટર શ્રી એન.ડી.પરમાર સહીતના અધિકારીઓ ઉપસ્થીત રહ્યા હતા.  બ્યૂ

અરવલ્લી જિલ્લના અધિક નિવાસી કલેકટર શ્રી એન.ડી.પરમારની અધ્યક્ષતામાં મળી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક

છબી
અરવલ્લી જિલ્લના અધિક નિવાસી કલેકટર શ્રી એન.ડી.પરમારની અધ્યક્ષતામાં મળી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક અરવલ્લી જીલ્લાના હિત અને પ્રશ્નોના સમાધાન માટે મળી જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક  આજે મોડાસા કલેકટર કચેરી ખાતે અધિક નિવાસી કલેકટર શ્રી ની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી. જેમાં ધારાસભ્ય શ્રી જશુભાઇ પટેલે અને ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ઠાકોરનાં જળસંચય, માર્ગ વિકાસ, વિજળી, શિક્ષણ, રેવન્યુંને લગતા પ્રશ્નોને સાંભળવામાં આવ્યા. જવાબદાર અધિકારીઓ દ્રારા તેમના યોગ્ય જવાબ આપવામાં આવ્યા. બેઠકમાં જિલ્લાની વિકાસલક્ષી યોજનાઓ જેવીકે પ્રધાનમંત્રી આવાસ યોજના, પીએમ કિસાન સન્માન નિધિ યોજના,  સોઈલ હેલ્થ કાર્ડ, કિસાન ક્રેડિટ કાર્ડ, અટલ પેન્શન યોજનાઓ ને લઇને ચર્ચા કરવામાં આવી. જિલ્લા વિકાસને લઇને પણ બેઠકમાં ચર્ચાવિચારણા કરવામાં આવી. સેવાસેતું કાર્યક્રમ હેઠળ કરાયેલી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી. બેઠકમાં નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. લોકોની અરજીઓના યોગ્ય નિકાલની પણ ચર્ચા કરાઈ. વહીવટી કામગીરીને ઝડપ