પોસ્ટ્સ

ઑગસ્ટ 9, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ તૈયારી રૂપે પોલીસ વિભાગ દ્વારા રિહર્સલ શરૂ કરવામાં આવ્યું.

છબી
સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ તૈયારી રૂપે પોલીસ વિભાગ દ્વારા રિહર્સલ શરૂ કરવામાં આવ્યું. "વિશાળ ગગને લહેરાતો તિરંગો અમારી જાન છે, તારા રક્ષણ કાજે તો હજારો જીવ કુરબાન છે." સ્વતંત્રતા દિવસ આપણા રાષ્ટ્ર માટે ઇતિહાસનો સૌથી મોટો અને સૌથી નોંધપાત્ર દિવસ છે. રાષ્ટ્રમાં આઝાદી લાવવા માટે બહાદુરીથી લડનારાઓના બલિદાનને યાદ કરવા માટે વર્ષમાં એકવાર ખૂબ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. સ્વતંત્રતા દિવસ એ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને તેમના સર્વોચ્ચ યોગદાનની ઉજવણી માટે એક મહાન પ્રસંગ છે. આવા ભવ્ય દિનની રાજ્યકક્ષાની ઉજવણી અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે થઈ રહી છે ત્યારે ગુજરાત પોલીસ દ્વારા 15મી ઓગસ્ટના રોજ વિવિધ કરતબો કરવામાં આવશે. પોલીસ પરેડ, ડોગ શો, અશ્વ શો ,મોટરસાઇકલ સ્ટંટ કરી દેશની આઝાદીનો જશ્ન મનાવવામાં આવશે.આ કાર્યક્રમની પૂર્વ તૈયારી રૂપે પોલીસ વિભાગ દ્વારા રિહર્સલ શરૂ કરવામાં આવ્યું. 15મી ઓગસ્ટના કાર્યક્રમમાં અંદાજિત 1600 જેટલા પોલીસ જવાનો ફરજ બજાવશે. પોલીસ વિભાગ દ્વારા અરવલ્લી જિલ્લામાં શસ્ત્ર પ્રદર્શન પણ ખુલ્લું મૂકવામાં આવનાર છે.જેનો અરવલ્લીની જનતા લાભ મેળવે તે આશા

અરવલ્લીના ભિલોડા તાલુકામાં શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં યોજાયો 'વિશ્વ આદિવાસી દિવસ.----------

છબી
અરવલ્લીના ભિલોડા તાલુકામાં શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં યોજાયો 'વિશ્વ આદિવાસી દિવસ. 'મારા આદિવાસી બંધુઓના વિકાસ માટે સરકાર હરહંમેશ કટિબદ્ધ '- જીતુભાઇ વાઘાણી. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી. માન.મંત્રીશ્રી શિક્ષણ (પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ)ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના  શ્રી જીતુભાઈ વાઘાણીની  ઉપસ્થિતિમાં અનેક ખાતમુહૂર્ત અને અનેક યોજનાઓના લાભ આપવામાં આવ્યા. આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રીશ્રીએ સંબોધન કરતા જણાવ્યું, દરેક આદિવાસી ભાઈ-બહેનના વિકાસ માટે સરકાર તત્પર છે. શિક્ષણ, રોજગારી, આરોગ્ય દરેક યોજનાનો લાભ મળી રહ્યો છે. આજે છેવાડાનો વિદ્યાર્થી સારુ શિક્ષણ અને રોજગારી મેળવીને આજે પ્રગતિ કરી રહ્યો છે. આરોગ્યની તમામ સુવિધાઓ મેળવીને સ્વસ્થ જીવન તરફ આગળ વધી રહ્યા છીએ, ત્યારે આ તમામ સફળતાઓનો શ્રેય આજની અડીખમ સરકારને જાય છે.અરવલ્લીના નાના ગામમાં બ્લોક રોડ એ વિકાસ દર્શાવે છે. ફકત મહાનગરોમાં જ વિકાસ હોય અને સુવિધાઓ ગામડામાં ન મળે આ પરિભાષા સરકાર દ્વારા બદલી નાખવામાં આવી છે.