“પ્રધાન મંત્રી આવાસ યોજના(ગ્રામીણ) હેઠળ મારા જેવા અનેક બેઘર લોકોને ઘર મળ્યા છે.:” રામાભાઈ ભરવાડ ( લાભાર્થી) -----------------
“પ્રધાન મંત્રી આવાસ યોજના(ગ્રામીણ) હેઠળ મારા જેવા અનેક બેઘર લોકોને ઘર મળ્યા છે.:” રામાભાઈ ભરવાડ ( લાભાર્થી) અરવલ્લી જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં 14526 લાભાર્થીઓને પ્રધાન મંત્રી આવાસ યોજના(ગ્રામીણ) હેઠળ મળ્યા સપનાના ઘર મકાનએ માનવનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેની પાયાની જરૂરિયાત છે.એક સામાન્ય નાગરીક માટે પોતાની માલિકીનું ધર હોવુંએ આર્થિક રીતે ધણી મહત્વની બાબત બની જાય છે અને તેનાથી તેને સામાજીક સલામતીનો અનુભવ થાય છે સાથે સાથે તેનો મોભો પણ વધે છે.માથે છાપરૂં ન હોય એવી વ્યક્તિના જીવન માં ઘર એક મોટું સામાજીક પરિવર્તન લાવે છે તેનાથી તેની આગવી ઓળખ ઉભી થાય છે અને તે તેની આસપાસના સમાજનો અભિન્ન ભાગ બની જાય છે. રાજ્યમાં ગરીબીરેખા નીચે જીવતા તેમજ સુવિધાથી વંચિત કુંટુબોને ગરીબીરેખા ઉપર લાવવા અને પાયાની સુવિધા સાથે સ્વમાનભેર જીવન ગુજારવાનો અને પગભર કરવાના શુભ આશય સાથે સરકારશ્રી દ્વારા ગ્રામીણ વિકાસ મંત્રાલય અંતર્ગત પ્રધાન મંત્રી આવાસ યોજના(ગ્રામીણ) જેવી અનેક મહત્વકાંક્ષી યોજના અમલમાં મુકેલ છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ કાર્યરત પ્રધાન મંત્રી આવાસ યોજનાનો મુખ્ય આશય જે પરિવ