અંબાજી માં પાણી ની સમસ્યા થી કંટાળી જાગૃત નાગરિકો ની પંચાયત ને ધારદાર રજુઆત તેમ છતાં પરિણામ શૂન્ય
અંબાજી માં પાણી ની સમસ્યા થી કંટાળી જાગૃત નાગરિકો ની પંચાયત ને ધારદાર રજુઆત તેમ છતાં પરિણામ શૂન્ય અંબાજીમાં ટેન્કર રાજ.... લોકોની સમસ્યા ને લઇ પંચાયત નક્કર પગલાં લેવા અસમર્થ...યાત્રાધામ અંબાજીમાં વિકાસ ના લીરેલીરા અંબાજી ગ્રામ પંચાયત ગુજરાતની મોટામાં મોટી ગ્રામ પંચાયત છે તેમજ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ છે તેમ છતાં પંચાયત ના હોદ્દેદારો અને પદાધિકારીઓ ના અણઘડ વહીવટ ને કારણે ગામ આજદિન સુધી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે ગામમાં છેલ્લા કેટલાય મહિનાથી પીવાના તેમજ વાપરવાના પાણીની સમસ્યા છે જે દરેક મહોલ્લા પોળ અને સોસાયટીના રહીશોને આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ગ્રામજનો ને સ્વખર્ચે પાણી ના ટેન્કર મંગાવી પાણીનો વપરાશ કરવો પડી રહ્યો છે તેમ છતાં પંચાયત ના સદશ્યો સરપંચ સેક્રેટરી કે વહીવટદાર ના પેટ નું પાણી પણ હાલતું નથી હાલમાં વહીવટદાર સાશન છે ત્યારે પણ કોઈ નિર્ણય લઈ શકતા નથી જ્યારે સરપંચ કે પંચાયતની બોડી પણ પાંચ વર્ષો માં લોકો ની સમસ્યા માં કોઈ ફેર પાડી શકી નહોતી સરપંચ બનવા લોકો પડાપડી કરતા હોય છે પરંતુ સરપંચ બન્યા પછી તેની જવાબદારી નિભાવવામાં પાછીપાની કરે છે વર્ષે દહાડે લાખ્ખો