ગુજરાત રાજ્યમાં મોટા ભાગના શહેરોમાં કામ ધંધા અર્થે રાજસ્થાનના વતની અને આદીવાસીઓ મોટા પ્રમાણમાં વસાહત કરતા હોય છે જો તે મારવાડી લોકો તેવો દિવાળી ગમે ત્યાં તહેવાર ઉજવતા હોય છે
ડીસામાં હોળી-ધુળેટી પર્વે ધાણી,ખજુર, હારડા, તેમજ પીચકારીઓથી* *બજારો ધમધમી ઊઠી
દિવાળી અટેકટે પણ હોળી તો મોરા ધરે......
ગુજરાત રાજ્યમાં મોટા ભાગના શહેરોમાં કામ ધંધા અર્થે રાજસ્થાનના વતની અને આદીવાસીઓ મોટા પ્રમાણમાં વસાહત કરતા હોય છે જો તે મારવાડી લોકો તેવો દિવાળી ગમે ત્યાં તહેવાર ઉજવતા હોય છે પરંતુ હોળી- ધુળેટી નો તહેવાર જરૂર થી પોતાના વતન રાજસ્થાનમાં જઇને ઉજવતા હોય છે અને આને કારણે મારવાડી માં કહેવત છે કે દિવાળી તો અઠે કઠે પણ હોળી ધુળેટી તો ધેર જ એટલે ગુજરાતમાં વસતા રાજસ્થાની આવા પરિવારો તેમજ આદીવાસીઓ હોળી ધુળેટી પર્વની ઉલ્લાસભેર ઉજવવા પોતાના વતન તરફ રવાના થતાં હોય છે આને કારણે ડીસા શહેરમાં હોળી ધુળેટી પર્વ ને લઈને બજારમાં લોકોની ભરચક ભીડ જોવા મળી છે તો બીજી બાજુએ તહેવારોને લઈને ખજુર, હારડા,પતાસા, ધાણી પીચકારીઓ તેમજ રંગોની દુકાનો, લારીઓ નજરે જોવા મળી રહી છે.
બનાસકાંઠા જિલ્લામાં હોળી-ધુળેટી ના તહેવારને લઈને લોકોમાં આનંદ નો માહોલ જોવા મળી રહ્યો છે આ તહેવારને સાથે ભારતીય સંસ્કૃતિના રીતી રીવાજો જોડાયેલા હોય છે. નાના બાળકોના ઢુઢના પ્રસંગો,સગાઈ ધરાવતા યુગલોના પરિવાર જનો દ્વારા અરસપરસ કપડાં આપવાનો તેમજ નવા પરણેલાને આણા નો પ્રસંગે વગેરે પરંપરાઓ હોળી- ધુળેટીના તહેવાર સાથે જોડાયેલી હોય છે.. ધુળેટીના તહેવારના દિવસે એટલે રંગોમાં રંગદોળાવાનો અનોખો અવસર નિદોર્ષ આનંદ લુંટવા માટે નાના- મોટા સૌ લોકો મેદાનમાં આવી જાય છે ધુળેટીના રંગોના આ તહેવારને આનંદ ઉલ્લાસથી ઉજવામા આવતો હોય છે ડીસા શહેરમાં હોળી- ધુળેટીના તહેવારોની ખરીદી માટે લોકો ની ભીડ બજારમાં ઉમટી રહી છે. સવારથી સાંજ સુધી માનવ મહેરામણ ઉડી પડતા બજારમાં ભારે ગીર્દીનો માહોલ જોવા મળી રહ્યો છે અને હાયડા, ખજુર, ધાણી, પીચકારી, કપડાઓ તેમજ રંગોની ખરીદી કરતા લોકો નજરે પડવા લાગ્યા છે.. PHN NEWS બનાસકાંઠા
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com