પોસ્ટ્સ

એપ્રિલ 4, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

લોકનિકેતન વિનયમંદિર, લવાણા શાળાનું ગૌરવ....

છબી
લોકનિકેતન વિનયમંદિર, લવાણા શાળાનું ગૌરવ...       લોકનિકેતન રતનપુર સંચાલિત લોકનિકેતન વિનયમંદિર, લવાણા શાળાની દીકરીઓ તાલુકા કક્ષાના ખેલ મહાકુંભ એથ્લેટિક રમતો  દોડ વિભાગમાં 800 મીટર દોડમાં ડાભી મિતલબેન હીરાભાઈ પ્રથમ ક્રમે,  400 મીટર દોડમાં ઠાકોર કિનાબેન જેહાભાઈ પ્રથમ સ્થાને, 1500 મીટર દોડમાં સાંબોડ અનિતાબેન ઈશ્વરભાઈ દ્વિતીય ક્રમે, 100 મીટર દોડમાં ભારતીબેન તૃતીય ક્રમે રહ્યાં હતા. જ્યારે લાંબી કૂદમાં ઠાકોર કિનાબેન જેહાભાઈ દ્વિતીય ક્રમે વિજેતા બની શાળા પરિવાર, સંસ્થા અને લવાણા ગામનું ગૌરવ વધારેલ છે. તેમના માર્ગદર્શક શ્રી ઝવેરભાઈ અને શાળાના આચાર્યશ્રી ડી.બી.સોઢા સાહેબ દીકરીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે..બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા 

ડીસા મોદી સમાજ દ્વારા ચૈત્રી નવરાત્રિ નિમિત્તે આનંદના ગરબાની રમઝટ

છબી
ડીસા મોદી સમાજ દ્વારા ચૈત્રી નવરાત્રિ નિમિત્તે આનંદના ગરબાની રમઝટ       ડીસા શહેરમાં મોદી સમાજ દ્વારા લાઠી બજાર ખાતે આવેલ મોદી સમાજની વાડીમાં ચૈત્રી નવરાત્રી નિમિત્તે નવે નવ દિવસ રાત્રે માતાજીના આનંદના ગરબાની રમઝટ જામે છે આ ધાર્મિક પ્રસંગે મોદી સમાજના ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં હાજર રહી  રાત્રે નવ વાગ્યાથી બાર વાગ્યા સુધી સમાજની વાડીમાં આનંદના ગરબાની ધુન મચાવીને  આનંદ ભેર માહોલ જોવા મળી રહ્યો છે અને માતાજીના માઈ ભક્તો દ્વારા હાજર રહેલા ભાવિક ભક્તો પ્રસાદનો લાભ લેતા હોય છે બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા 

ભાભર તાલુકા ના ચેમ્બુવા ગામ ના પ્રખર હિંદુવાદી અને સ્પષ્ટવકતા પુ. લાભેશભાઈ દવે ના વ્યાસાસને કચ્છ ની ધરતી પર શ્રીમદ ભાગવત કથા...

છબી
ભાભર તાલુકા ના ચેમ્બુવા ગામ ના પ્રખર હિંદુવાદી અને સ્પષ્ટવકતા પુ. લાભેશભાઈ દવે ના વ્યાસાસને કચ્છ ની ધરતી પર શ્રીમદ ભાગવત કથા... શ્રીમદ ભાગવત કથા નો વિચાર કેટલાય જન્મોનો પુણ્યનો પાસું જમા થાય ત્યારે આવે છે અને વિચાર આવી અને ભાગવત કથા નું આયોજન કરવું તે અહોભાગ્ય છે... કચ્છની ધરતી પર બનાસકાંઠા ના ભાભર તાલુકાના ચેમ્બુવા ગામના વતની અને બાળપણથી જ હિન્દુત્વની વિચારધારા સાથે જોડાયેલા સાથે પરમ ગૌભક્ત એવા શ્રી લાભેશભાઈ દવે ના મુખે થી બાદરગઢ ના પૂર્વ સરપંચ શ્રી મહાદેવપુરી ગોસ્વામી ના આંગણે તેમના પરિવારના પિતૃ મોક્ષ માટે આગામી તા.૦૬/૦૪/૨૦૨૨ ચૈત્ર સુદ પાંચમ થી ચાલુ થતી શ્રીમદ ભાગવત કથામાં પધારવા સર્વને આહવાન.બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર PHN NEWS ગુજરાત 

બ્રહ્મ સમાજના અગ્રણી અને હનુમાનજીના ઉપાસક ગૌભક્ત નરસી એચ દવે લુવાણા( ક) થરાદ રામ કથા મા હાજરી આપી હતી

છબી
બ્રહ્મ સમાજના અગ્રણી અને હનુમાનજીના ઉપાસક ગૌભક્ત  નરસી એચ દવે લુવાણા( ક) થરાદ  રામ કથા મા  હાજરી આપી હતી  થરાદ ખાતે બળિયા હનુમાન મંદિરમાં ધામધૂમથી રામ કથા પૂર્ણ થઈ આ રામકથામાં સંતો મહંતોની હાજરી તથા બહોળી સખય લોકો હાજરી આપી કથા શ્રવણ કરી થરાદ ના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત પૂર્ણાહુતિના દિવસે હાજરી આપી રામ સેવા સમિતિના પ્રમુખ રામભાઈ રાજપુત તથા નરપતજી બારોટ બરોટ  તથા દિલીપભાઈ દવે વકીલ ભુરાલાલ ઓઝા . ગણપતભાઇ શિરવાડિયા . મહેશભાઈ દવે પૂર્વ પ્રમુખ લાખણી સતીસ દવે માડકા સંજય દવે આસોદર નરસી એચ દવે લુવાણા કળશ. ગૌ ભગત    સરદાર સિંહ વાઘેલા તથા અભેપુરા ગ્રામજનો અને ભૂદેવ મંડળી બહોળી સંખ્યામાં હાજરી આપી છેલ્લા દિવસે રામકથાની પોથી નો ચડાવો એક લાખ રૂપિયા નો  કરસનભાઈ રાજપૂત ઈઢાટા વાળા જેઓ પોતાના મકાન અયોધ્યાનગર ખાતે વાજતે ગાજતે કથાના શ્રોતા ગણ સાથે પોતાના ઘેર લઈ ગયા અને ધામધૂમથી બળીયા હનુમાન મંદિરમાં ની કથા પૂર્ણ થઈ વ્યાસપીઠ ઉપર બિરાજેલા મોન્ટુ મહારાજે સુંદર રીતે રામકથાનો ગુણગાન ગાય બળીયા હનુમાન મંદિરના વિકાસ અર્થે અનેક પ્રકારના કાર્યો જેવા કે સુંદર બાગ બગીચો નાના બાળકોને રમત ગમતના સાધનો બીજી

દાંતા ખાતે આવેલ સર ભવાની વિદ્યાલય ખાતે જિલ્લા આયોજન મંડળ દ્વારા સને 2020/21 ની સાલમાં 1,65,000 અંકે રૂપિયામાં બનાવેલ

છબી
દાંતા ખાતે આવેલ સર ભવાની વિદ્યાલય ખાતે જિલ્લા આયોજન મંડળ દ્વારા સને 2020/21 ની સાલમાં 1,65,000 અંકે રૂપિયામાં બનાવેલ એક ઓફિસ સરભવનસિંહ હાઈસ્કૂલના ગેટની બાજુમાં ચોકિયાત માટે બનાવેલ છે આ ઓફિસની અંદર સર ભવાની સિંહ હાઈસ્કૂલના ટ્રસ્ટના એક ટ્રસ્ટ દ્વારા આ ઓફિસની અંદર સ્ટુડન્ટ બુક ઝેરોક્ષ લેમિનેશન નામની દુકાન ખોલવા માટે જ ઓફિસની દીવાલ ઉપર જાહેરાત લખેલ છે આ ઓફિસ સર ભવાની સિંહ હાઈસ્કૂલના એક ટ્રસ્ટી માટે બનાવેલ છે કે સર ભવાનીસિંહ હાઈસ્કૂલના ચોકીદાર માટે તે ખરેખર એક તપાસનો વિષય છે જો સર ભવાનીસિંહ હાઈસ્કૂલના ચોકીદાર માટે જો આ ઓફિસ માટે જિલ્લા આયોજન મંડળ દ્વારા અને સરકાર શ્રી દ્વારા આટલો બધો ખર્ચ કરેલ હોય તો બરાબર પણ આ તો ઓફિસ સર ભવાની હાઈસ્કૂલના એક ટ્રસ્ટી માટે દાન કરેલ છે કે ભેટ આપેલ છે કે કોઈ ભાડા પેટે આપેલ છે જો ભાડા પેટે આપવામાં આવેલ હોય તો સર ભવાની સિંહ હાઇસ્કુલ આગળની ભાગે વિશાળ પ્રમાણમાં જગ્યા પડેલ છે તો સરકારશ્રીને વિનંતી કરો કે આવી ઓફિસ  બનાવી ભાડા પેટે આપે તો સર ભવાની સિંહ હાઈસ્કૂલને બાહોળી આવક થાય સાથે સાથે અત્યારે ધોરણ ૧૦ તથા ધોરણ 12 ની પરીક્ષા ચાલુ છ