પોસ્ટ્સ

ફેબ્રુઆરી 7, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

બનાસકાંઠા ઠાકોર સમાજ સંસ્કાર મંડળ પાલનપુરમાં ભારતીબેન ભરતજી ઠાકોરનું સૌ પ્રથમ આજીવન મહિલા સભ્ય તરીકે નામ નોંધાયું..

છબી
છેલ્લા વીસ વર્ષોથી ચાલતા બનાસકાંઠા ઠાકોર સમાજ સંસ્કાર મંડળ પાલનપુરમાં ભારતીબેન ભરતજી ઠાકોરનું સૌ પ્રથમ આજીવન મહિલા સભ્ય તરીકે નામ નોંધાયું.. બનાસકાંઠા ઠાકોર સમાજ સંસ્કાર મંડળ પાલનપુર સંસ્થામાં જિલ્લાની ઠાકોર સમાજની મહિલાઓ અને વિધાર્થીનીઓમાં શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહન વધારવા ઠાકોર સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં આજે જિલ્લાની પ્રથમ આજીવન મહિલા સભ્ય તરીકે પાલનપુર નગરપાલિકા પૂર્વ સ્ટ્રીટલાઈટ ચેરમેન ભારતીબેન ભરતજી ઠાકોરની નોંધણી થઈ       તે ઉપરાંત ઠાકોરવાળી અભિયાન અંતર્ગત આ સંસ્થામાં ચાલતી લાયબ્રેરીમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેના પુસ્તકો પણ ભારતીબેન ઠાકોરે નિઃશુલ્ક અર્પણ કરી સમાજના આગેવાનોના આશિર્વાદ પ્રાપ્ત કરી રાષ્ટ્રહિત માટે સમાજના યુવાઓને શૈક્ષણિક અને રોજગારી ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા માટેના આયોજનો વર્ણવ્યા...

સુઈગામ ની તપ હેલ્થકેર માં ફ્રી નિદાન કેમ્પ યોજાયો.સદગુરુ ઓર્થોપેડિક હોસ્પિટલ થરાદ દ્વારા મફત નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.

છબી
સુઈગામ ની તપ હેલ્થકેર માં ફ્રી નિદાન કેમ્પ યોજાયો. સદગુરુ ઓર્થોપેડિક હોસ્પિટલ થરાદ દ્વારા મફત નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના સુઈગામ ખાતે આવેલ તપ હેલ્થકેર માં સદગુરુ ઓર્થોપેડિક હોસ્પિટલ થરાદ દ્વારા આજે મફત નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સદગુરુ ઓર્થોપેડિક હોસ્પિટલમાં ફરજ બજાવતા થરાદ ના પ્રખ્યાત ડોક્ટર નવીન ચૌધરી જે. હાડકાં ના ફ્રેક્ચર, કમર દર્દ, કમર દર્દ,ઘૂંટણ દર્દ,સ્નાયુ દર્દ, વા,સંધી વા,માટે ના સચોટ ઈલાજ માટે જાણીતા ડોક્ટર છે, જેમના દ્વારા સુઈગામ ની તપ હેલ્થકેર માં ફ્રી નિદાન કેમ્પ નું આયોજન કરવામા આવ્યું હતું,તેમાં 80 થી વધુ દર્દીઓને ની તપાસ મફત કરી આપવામાં આવી હતી,જયારે વધુ સારવાર માટે,સુઈગામ તપ હેલ્થ દ્વારા થતા ખર્ચ માં 20%વિસ ટકા નું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું..