બનાસકાંઠા જીલ્લામાં ઘણાં તાલુકાઓ આવેલા છે જેમાં દાંતા તાલુકામાં પહાડી વિસ્તાર અને આદિવાસી સમાજના બાળકો અભ્યાસ કરે છે તેવી શાળાઓની હાલત ખુબ ખરાબ થઈ ગઈ છે.
દાંતા જસવંતપુરા બદતર હાલતમાં ભણતા સરકારી ગુજરાતની શાળાનાં બાળકો બનાસકાંઠા જીલ્લામાં ઘણાં તાલુકાઓ આવેલા છે જેમાં દાંતા તાલુકામાં પહાડી વિસ્તાર અને આદિવાસી સમાજના બાળકો અભ્યાસ કરે છે તેવી શાળાઓની હાલત ખુબ ખરાબ થઈ ગઈ છે. દાંતા તાલુકાના જસવંતપુરા (મંડાલી)પ્રાથમિક શાળાના બાળકો છેલ્લા 4 વર્ષ થી ખુલ્લામાં બેસીને કરી રહ્યા છે અભ્યાસ.બેટી બચાઓ બેટી પઢાઓ, સૌ ભણે સૌ આગળ વધે ,ખેલશે ગુજરાત.. જીતશે ગુજરાત,પણ..... કેવી રીતે,...? ગૂજરાત સરકાર પણ આદિવાસી વિસ્તાર તરફ ઓરમાયું વર્તન રાખતી હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાનને લઈને જે જાહેરાતો કરવામાં આવે છે તે જાહેરાતો ખોટી સાબિત થઈ રહી છે કારણ કે વાસ્તવિકતા શાળામાં અલગ પ્રકારની જોવા મળી રહી છે. દાંતા તાલુકામાં છેલ્લાં 1 મહિનામાં વગદા ક્યારી, જોધસર, ધામણવા અને જશવંતપુરા (મંડાલી) ની શાળાઓ વિવાદમાં આવી છે જેમા 1 થી 5 ધોરણ વચ્ચે 3 શિક્ષકો 67 બાળકોને અભ્યાસ કરાવે છે. શાળામાં નવીન ઓરડાઓ હજુ સુધી બન્યા નથી એટલે બાળકોને આ રીતે ઠંડીમાં ખુલ્લામાં ભણવું પડે છે. ગુજરાત સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ અને સર્વશ