લાખણી તાલુકા કક્ષાની ધોરણ:-૧૧* *પુસ્તક વાચક સ્પર્ધામાં લોકનિકેતન વિનય મંદિર, લવાણાની દીકરી પ્રથમ સ્થાને*

લાખણી તાલુકા કક્ષાની ધોરણ:-૧૧પુસ્તક વાચક સ્પર્ધામાં લોકનિકેતન વિનય મંદિર, લવાણાની દીકરી પ્રથમ સ્થાને
શાળા કક્ષાએ બાળકોમાં સાહિત્ય અને વાંચન પ્રત્યે અભિરુચિ કેળવાય, તેઓ ભાષા અભિવ્યક્તિ સાધી શકે તેમજ પુસ્તક પ્રત્યે જાગૃતિ કેળવે તેવા અભિગમથી આયોજિત પુસ્તક વાચક સ્પર્ધાનું તાલુકા કક્ષાએ ઓનલાઈન માધ્યમથી ધોરણ:-૩ થી ૯ અને ૧૧ના  C.R.C. કક્ષાએ પ્રથમ આવેલ વિદ્યાર્થીઓ માટે તારીખ:૨૮-૦૨-૨૦૨૨ને સોમવારે સ્પર્ધા યોજાઈ હતી.જેમાં લોકનિકેતન રતનપુર સંચાલિત લોકનિકેતન વિનયમંદિર લવાણા શાળામાં ધોરણ ૧૧માં અભ્યાસ કરતી શાળાની દીકરી સોલંકી અવનીબેન માનસુંગભાઈએ લાખણી તાલુકા કક્ષાની પુસ્તક વાચક સ્પર્ધામાં ધોરણ:-૧૧ વિભાગમાં તાલુકામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે તે બદલ શાળાના માર્ગદર્શક શિક્ષક મનોજભાઈ ચોખાવાલા અને આચાર્યશ્રી ડી.બી. સોઢા સાહેબએ આ દીકરીને અભિનંદન પાઠવ્યા હતા તેમજ જિલ્લા કક્ષાએ પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી..
બ્યુરો રિપોર્ટ PHN NEWS બનાસકાંઠા 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.