પોસ્ટ્સ

ઑક્ટોબર 15, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

અરવલ્લી જીલ્લાના હિત અને પ્રશ્નોના સમાધાન માટે મળી જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક.

છબી
અરવલ્લી જીલ્લાના હિત અને પ્રશ્નોના સમાધાન માટે મળી જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક. આજે મોડાસા કલેકટર કચેરી ખાતે કલેકટર શ્રીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી. જેમાં ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ઠાકોરનાં જિલ્લામાં  દબાણ, માર્ગ વિકાસ, અન્ન પુરવઠા, ભૂગર્ભ ગટરલાઇન, આરોગ્ય, બસ વ્યવસ્થા, શિક્ષણને લગતા પ્રશ્નોને સાંભળવામાં આવ્યા. જવાબદાર અધિકારીઓ દ્રારા તેમના યોગ્ય જવાબ આપવામાં આવ્યા. બેઠકમાં જિલ્લામાં યોજાતા સેવાસેતું કાર્યક્રમ, PMJAY કાર્ડ વિતરણ કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી. બેઠકમાં નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. લોકોની અરજીઓના યોગ્ય નિકાલની પણ ચર્ચા કરાઈ. વહીવટી કામગીરીને ઝડપી અને પરિણામ સભર બનાવવા પણ સૂચન કરાયા. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી લાલસિંહ ચૌહાણ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કમલ શાહ, જિલ્લા પોલીસ વડા સંજય ખરાત જિલ્લા અધિક નિવાસી કલેકટર શ્રી એન. ડી.પરમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી રાજેશ કુચારા સહિત જિલ્લા સંકલન સમિતિના અધિકારીઓ , ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ઠાકોર ઉપસ્થિત ર