આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ૮ માર્ચની મહિલાઓના મહત્વને ઉજાગર કરવા ઠેર ઠેર ઉજવણી કરવામાં આવે છે. મોડાસાના ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા પણ આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. બપોરે 12 થી 3 દરમિયાન મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ૮ માર્ચની મહિલાઓના મહત્વને ઉજાગર કરવા ઠેર ઠેર ઉજવણી કરવામાં આવે છે. મોડાસાના ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા પણ આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. બપોરે 12 થી 3 દરમિયાન મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં
મહિલા જાગૃતિ અભિયાનના તાલુકા સંયોજક મંજુલાબેન ચૌહાણ તથા કન્યા-કિશોર કૌશલ્યના તાલુકા સંયોજક કિરણબેન ભાવસારે દિપ પ્રજ્વલિત કરી મહિલા સંમેલનનો શુભારંભ કર્યો હતો. ત્યારબાદ જશોદાબેન પટેલ, કપિલાબેન પટેલ અને રેખાબેન સુથાર દ્વારા દેવ પૂજન કરવામાં આવ્યું. ઉપસ્થિત મહિલાઓ પર પુષ્પ વર્ષા કરી સમગ્ર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ ગાયત્રી પરિવારમાં મહિલાઓ દ્વારા ચાલતા નારી જાગરણ અભિયાન, આઓ ઘડિએ સંસ્કારવાન પેઢી-ગર્ભોત્સવ સંસ્કાર, બાળ સંસ્કાર કેન્દ્રો, કન્યા-કિશોર કૌશલ્ય આંદોલન વધુ વેગવાન બનાવવા આ વિષયો પર ચિંતન મંથન કરવામાં આવ્યું. જેમાં અગ્રણી એવા મંજુલાબેન ચૌહાણ, અમિતાબેન પ્રજાપતિ, વિલાસિનીબેન પટેલ , કિરણબેન ભાવસાર, રોહિણીબેન શર્મા, હિમાનીબેન કંસારાએ પોતાના મંતવ્ય રજુ કર્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વૈશાલીબેન ત્રિવેદીએ કર્યું હતું. આ મહિલા સંમેલનમાં મોડાસા સહિત સંપર્કના અલગ અલગ ગામોમાંથી લઈ 170 થી વધુ કાર્યકર બહેનો ઉપસ્થિત રહી હતી. સૌએ આ વર્ષ દરમિયાન ગામે ગામ ગોષ્ઠીઓ કરી મહિલાઓ પર થતા શોષણ , કુરિવાજો નાબુદ કરવા અને મનોબળ સક્ષમ બનાવવા ઝુંબેશ ચલાવવાનો સંકલ્પ લીધો હતો.
આ આયોજનમાં વિશેષ આઓ ઘડિએ સંસ્કારવાન પેઢી-ગર્ભોત્સવ સંસ્કારના અરવલ્લી જિલ્લા સંયોજક અમિતાબેન પ્રજાપતિ, કન્યા-કિશોર કૌશલ્ય આંદોલનના અરવલ્લી જિલ્લા સંયોજક વિલાસિનીબેન પટેલ, ગાયત્રી પરિવારના મોડાસા તાલુકા સંયોજક સોમાભાઈ બારોટ ઉપસ્થિત રહી મહિલા જાગરણ અભિયાન વધુ વેગવાન બનાવવા શુભકામનાઓ પાઠવી હતી. ઉપરાંત ધર્માભાઈ પટેલ, કાન્તિભાઈ ચૌહાણ, અરવિંદભાઈ કંસારા, અમૃતભાઈ પટેલ આ સંમેલન સફળ બનાવવા સહયોગી રહ્યાં હતાં.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com