લોકનિકેતન વિનયમંદિર લવાણા શાળાનું ઇનોવેશન રાજ્ય કક્ષાએ પ્રદર્શિત કરાયું...
લોકનિકેતન વિનયમંદિર લવાણા શાળાનું ઇનોવેશન રાજ્ય કક્ષાએ પ્રદર્શિત કરાયું. .. જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, ઇડર દ્વારા આયોજિત સાતમો રાજ્યકક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેર ઇડર મુકામે યોજાયો હતો. જેમાં બનાસકાંઠા જિલ્લામાંથી પ્રથમ ક્રમે રહેલ લોકનિકેતન વિનયમંદિર લવાણાના શિક્ષક શ્રી મનોજકુમાર એસ.ચોખાવાલાએ પોતાનો નવતર પ્રયોગ ' હેતુલક્ષી પ્રશ્નોનું સ્વ મૂલ્યાંકન' રજૂ કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અને તાલીમ પરિષદ બનાસકાંઠાના ડી.આઈ.સી. ડૉ.દેસાઈ સાહેબ કે.આર.પી. શ્રી પંકજભાઈ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી સંજયભાઈ પરમાર સાહેબ, શિક્ષણ સચિવશ્રી વિનોદભાઈ રાવ સાહેબ,ડાયેટના પ્રાચાર્યશ્રી પોરાણિયા સાહેબ, ડૉ.નિષાદ ઓઝા સાહેબ, 33 જિલ્લાના ઇનોવેટિવ શિક્ષકો અને આચાર્યશ્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમાપન પ્રસંગે પ્રમાણપત્ર અને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા PHN NEWS