પોસ્ટ્સ

જૂન 18, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સરકારી શ્રમ અધિકારી કચેરી દ્વારા બાળ અને તરુણ શ્રમયોગી કાયદા અન્વયે મે -2022 અને જૂન -2022મા કરવામાં આવેલી કામગીરી એહવાલ.

સરકારી શ્રમ અધિકારી કચેરી દ્વારા બાળ અને તરુણ શ્રમયોગી કાયદા અન્વયે મે -2022 અને જૂન -2022મા કરવામાં આવેલી કામગીરી એહવાલ. સરકારી શ્રમ અધિકારી અરવલ્લી દ્વારા માહે મે - જૂન 2022 માં જિલ્લાના અલગ અલગ તાલુકા ખાતે બાળમજૂરી નાબૂદી અંગે જિલ્લા સમિતિ દ્વારા રેડનું  આયોજન કરવામાં આવ્યું હતું.જિલ્લા સમિતિ દ્વારા સઘન તપાસ હાથ ધરી મે -2022 માસ દરમિયાન મોડાસા  (ગ્રામ્ય), ધનસુરા મેઘરજ (ગ્રામ્ય), ભિલોડા ખાતે એમ કુલ ચાર રેઇડનું આયોજન કરવામાં આવ્યું હતું.  તપાસ દરમિયાન મોડાસા તાલુકાના ટીંટોઈ ખાતે આવેલી સંસ્થા બોમ્બે એવન તેમજ દમ બિરયાની, ટીંટોઈ ગામ પુલ નીચે,તા- મોડાસા જિ-અરવલ્લી અને ભિલોડા તાલુકાના સંસ્થા શિવ શક્તિ આઇસ્ક્રીમ, અને ફાસ્ટ ફૂડ ભરકાદેવી આઈસ્ક્રીમ, તા -ભિલોડા, જિ - અરવલ્લી એમ કુલ બે સ્થળેથી તરુણ  મળી આવ્યા હતા. માસ જૂન-2022 તા-16-6-22 ના રોજ જિલ્લાના ભિલોડા તાલુકાના શામળાજી વિસ્તારમાં મોડાસા (શહેરી) વિસ્તારમાં બાળમજૂરી નાબૂદી અંગે જિલ્લા ટાસ્ક ફોર્સ  સમિતિ દ્વારા આયોજન કરવામાં આવેલ. જિલ્લા ટાસ્ક ફોર્સ સમિતિ દ્વારા સઘન તપાસ હાથ ધરી ચાલુ માસ દરમિયાન મોડાસા (શહેરી) અને તાલુકાના શામળાજી વિસ્તાર ખ

:: વડાપ્રધાન શ્રી ::*માં કાલિકાના મંદિર પર ધ્વજારોહણનો આ અવસર આપણે સૌને આધ્યાત્મની આપણી મહાન પરંપરાને સમર્પિત ભાવથી જીવવા પ્રેરિત કરે છે. શક્તિ સુપ્ત અને લૂપ્ત થતી નથી, જ્યારે શ્રદ્ધા સાધના અને તપસ્યા ફળીભૂત થાય છે, તો શક્તિ પૂર્ણ વૈભવ સાથે પ્રકટે છે.

છબી
:: વડાપ્રધાન શ્રી ::* માં કાલિકાના મંદિર પર ધ્વજારોહણનો આ અવસર આપણે સૌને આધ્યાત્મની આપણી મહાન પરંપરાને સમર્પિત ભાવથી જીવવા પ્રેરિત કરે છે.  શક્તિ સુપ્ત અને લૂપ્ત થતી નથી, જ્યારે શ્રદ્ધા સાધના અને તપસ્યા ફળીભૂત થાય છે, તો શક્તિ પૂર્ણ વૈભવ સાથે પ્રકટે છે.  અયોધ્યા, કાશી કે  કેદારનાથ હોય, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ધરોહર ફરીથી જીવંત થઈ રહ્યાં છે. પાવાગઢના મંદિરનુ પુનનિર્માણ આ ગૌરવ યાત્રાનો હિસ્સો છે. ***** *શક્તિપીઠ પાવાગઢમા કાલીકા માતાના ચરણોમાં ઉર્જા, ત્યાગ, સમર્પણ સાથે દેશના જનજનના સેવક બની તેમની સેવા કરવાની પ્રાર્થના કરતાં વડાપ્રધાનશ્રી મોદી* ***** *વડાપ્રધાનશ્રીના દિશા-નિર્દેશમાં રાજ્ય સરકારે યાત્રાધામોનો સુઆયોજિત વિકાસ કર્યો છે* *- મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ* *શક્તિપીઠ પાવાગઢમા કાલિકા માતાના નવનિર્મિત મંદિરના સુવર્ણ શિખર ઉપર  ધ્વજારોહણ કરતાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી* વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, આજે સદીઓ પછી માં કાલિકાના મંદિર પર ધ્વજારોહણનો આ અવસર આપણે સૌને નવી પ્રેરણા અને ઉર્જા તો આપે છે પરંતુ સાથે સ