પોસ્ટ્સ

ઑગસ્ટ 10, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

રૂની ગામના આર્મીમેને નેશનલ લેવલની 100 કી. મી અલ્ટ્રા મેરેથોન દોડમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો.ભાભર તાલુકાના રૂની ગામના વતની અને ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા હપુરસિંહ ઠાકોરે 100 કી. મી એશિયન ગેમની દોડમાં બ્રોન્ઝ મેડલ મેળવી ઠાકોર સમાજનું નામ રોશન કર્યું છે,08/08/2021 ના રોજ બેંગ્લોર ખાતે એશિયન ગેમ 100 કિલોમીટર અલ્ટ્રા મેરેથોન દોડ યોજાઈ હતી,

છબી
રૂની ગામના આર્મીમેને નેશનલ લેવલની 100 કી. મી અલ્ટ્રા મેરેથોન દોડમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો. ભાભર તાલુકાના રૂની ગામના વતની અને ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા હપુરસિંહ ઠાકોરે 100 કી. મી એશિયન ગેમની દોડમાં બ્રોન્ઝ મેડલ મેળવી ઠાકોર સમાજનું નામ રોશન કર્યું છે,08/08/2021 ના રોજ બેંગ્લોર ખાતે એશિયન ગેમ 100 કિલોમીટર અલ્ટ્રા મેરેથોન દોડ યોજાઈ હતી, આ નેશનલ ક્વોલિફાઈ ગેમનું આયોજન AFI તરફથી થયેલ હતું.એમાં અને ઓલ ઇન્ડિયા રનર આર્મીમેન હપુરસિંહ ઠાકોરે 8 કલાક 28 મિનિટ માં 100 કિલોમીટરની દોડ પુરી કરતા નેશનલ નેશનલ લેવલે બ્રોજ  મેડલ મેળવી ને *એશિયન , ઓશિયન* ગેમમાં પોતાનું કોલિફાય ફાઇનલ કરેલ છે  ઠાકોર હપૂરસિંહ બાબુજી ( પાલડીયા ) ભાભર તાલુકાના નાનકડા રૂની ગામના વતની છે,અને છેલ્લા 11 વર્ષ થી ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવી  રહ્યા છે, અને છેલ્લા  5 વર્ષ થી ઓલ ઇન્ડિયન આર્મી ટિમ માં રનિંગ ટિમના કોલિફાય ખેલાડી છે, અને કેટલીયે સ્પર્ધામાં વિવિધ મેડલ અને પ્રમાણપત્રો મેળવ્યા છે, બ્યુરો રીપોર્ટ પાટણ

શક્તિપીઠ અંબાજી મંદિરમાં માઈભક્તે રૂ. ૪૮ લાખની કિંમતનું ૧ કિ.લો. સોનું ભેટ આપ્યું

છબી
*શક્તિપીઠ અંબાજી મંદિરમાં માઈભક્તે રૂ. ૪૮ લાખની કિંમતનું ૧ કિ.લો. સોનું ભેટ આપ્યું વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજી લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું પરમ પવિત્ર કેન્દ્ર છે. યાત્રાધામ અંબાજીના વિકાસ માટે  શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલ દ્વારા વ્યાપક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. માઈભક્તોના દાનની સરવાણી વડે અંબાજી માતાજીના મંદિરના શિખરને સુવર્ણમય બનાવવામાં આવ્યું છે . ૬૧ ફૂટ સુધી શિખર સુવર્ણમયની કામગીરી પૂર્ણ થયેલ છે. જેમાં ૧૪૦ કિ.લો. ૪૩૫ ગ્રામ સોનાનો ઉપયોગ થયેલ છે. આજે તા.૧૦/૮/૨૦૨૧ના રોજ પાટણ જિલ્લાના બાલીસણા ગામના વતની અને અમેરિકામાં વસતા શ્રી મહેન્દ્રભાઈ નટવરભાઈ પટેલ અને શ્રી હર્ષદભાઈ નટવરભાઈ પટેલ તરફથી રૂ. ૪૮ લાખની કિંમતનું ૧ કિ.લો. સોનું સુવર્ણ શિખર માટે મંદિરને ભેટમાં મળ્યું છે . તેમ શ્રી શ્રી આરાસુરી માતા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદારશ્રી એસ.જે. ચાવડાએ જણાવ્યું છે. રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી