પોસ્ટ્સ

નવેમ્બર 11, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

અંબાજી પાસે અરવલ્લી ગીરીમાળામાં આર્મી જવાનનું મૃત્યુ થતાં રાજકીય શોક છવાયો,

છબી
અંબાજી પાસે અરવલ્લી ગીરીમાળામાં આર્મી જવાનનું મૃત્યુ થતાં રાજકીય શોક છવાયો,     શક્તિપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની શહેર ઉપર આવેલું છે.અંબાજી થી 7 કિલોમીટર દૂર બંને તરફ રાજસ્થાન રાજ્યની બોર્ડર આવેલી છે. કોટેશ્વર થી જાંબુડી તરફના માર્ગ પર ભૂરારામ કેવળાભાઈ આદિવાસીનુ આદીવાસી પરિવારમાં જન્મ થયા બાદ તેમને ભારત દેશની રક્ષા કરવા માટે આર્મીમાં જવાનું પસંદ કર્યું હતું અને તેઓ બીએસએફ માં જોડાયા હતા અને તેમના લગ્ન અંબાજી મંદિરમાં ફરજ બજાવતા જમાદાર લીંબાભાઇની પુત્રી સાથે થયા હતા.લગ્નજીવન બાદ તેમને એક પુત્ર અને એક પુત્રી સાથે સંયુક્ત પરિવારમાં જાંબુડી પાસે રહેતા હતા.હાલમાં તેમની નોકરી છત્તીસગઢ ખાતે હતી અને તેઓ ચાર દિવસ અગાઉ પરિવારના કામ અર્થે પોતાના વતન જાંબુડી ખાતે આવ્યા હતા. ઘરેથી બાઈક લઈને જતી વખતે બાઈક સ્લીપ થઈ જવાથી તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને ગંભીર અવસ્થામાં પાલનપુર ખાતે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન ગુરુવાર ખાતે મૃત્યુ થયું હતું   આજે શુક્રવારે બીએસએફ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું અને અંતિમ સંસ્કાર તેમનાં માદરે વતનમાં કરવા

અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને ચૂંટણી નોડલ અધિકારીશ્રીઓની બેઠક.

છબી
અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને ચૂંટણી નોડલ અધિકારીશ્રીઓની બેઠક. જિલ્લા કલેકટરશ્રી ર્ડો. નરેન્દ્રકુમાર મીના અને અરવલ્લી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને ચૂંટણી નોડલ અધિકારીશ્રીઓની બેઠક કલેક્ટર કચેરી, અરવલ્લી ખાતે યોજાઈ. આ બેઠકમાં કલેક્ટરશ્રીએ આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી લક્ષી વિવિધ બાબતોનાં નિમાયેલા નોડલ અધિકારીશ્રીઓને પૂર્વ તૈયારીઓ સંબંધિત માર્ગદર્શન-સૂચના આપી.તેમજ સંલકન અને આયોજન સાથે સહયોગથી ચૂંટણી યોજાય તે માટે સજ્જતા કેળવવા જણાવ્યું .ચૂંટણીમાં ભાગ લેનારા સ્ટાફ માટે EVM/VVPAT મેનેજમેન્ટ,સ્વીપ, સંગ્રહ અને પરિવહન, મટીરીયલ મેનેજમેન્ટ, ખર્ચ અને આદર્શ આચારસંહિતા, કાયદો અને વ્યવસ્થા, બેલેટ પેપર, મીડિયા સંબંધિત વ્યવસ્થાઓ, કમ્પ્યુટરાઈઝેશન, વોટર હેલ્પલાઈન, મતદાર અને મતદાન જાગૃતિ સંબંધી પ્રવૃતિઓ સહિતની બાબતોનાં નોડલ અધિકારીશ્રીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરતા સમય મર્યાદામાં તમામ પૂર્વ તૈયારીઓ અને આયોજન સુચારૂપણે પૂર્ણ થઈ જાય તે સુનિશ્ચિત કરવા અંગે સૌની સાથે ચર્ચા કરી હતી .બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.