પોસ્ટ્સ

માર્ચ 18, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

લાખણી માં સરપંચ એસોસિએશન અને vssm સંસ્થાના સંયુક્ત ઉપક્રમે પાણીના ઊંડા જતા તળો બાબતે ચિંતન શિબિર યોજાઈ..

છબી
*લાખણી માં સરપંચ એસોસિએશન અને vssm સંસ્થાના સંયુક્ત ઉપક્રમે પાણીના ઊંડા જતા તળો બાબતે ચિંતન શિબિર યોજાઈ...  લાખણી મુકામે હિંગળાજ માતાજીના મંદિરે લાખણી તાલુકા સરપંચ એસોશિયન અને vssm સંસ્થા દ્વારા લાખણી પંથકમાં ગંભીર રીતે નિચે જતા ભૂગર્ભજળ ના પ્રશ્નો વિશે ચર્ચાઓ કરવામાં આવી તેના ઉપાય તરીકે વહીવટીતંત્ર સરકાર સંસ્થા અને લોકભાગીદારીથી કઈ રીતે ભૂગર્ભજળ સચવાઈ રહે અને આ પંથકની રોજગારી જેવીકે ખેતી અને પશુપાલન જેના પર નિર્ભર છે તેનો કાયમી ઉકેલ આવે એ માટે થઈને ચર્ચા વિચારણાઓ કરવામાં આવી લાખણી તાલુકામાં આવતા ગામોમાં તળાવ સુજલામ સુફલામ કેનાલ કે નર્મદા કેનાલમાંથી પાઇપ લાઇન નાખી ભરવામાં આવે તથા વરસાદી પાણીને ખેડૂતો પોતાના ખેતરમાં રિચાર્જ કરે અને ગ્રામ પંચાયતો ગામના તળાવો વૈજ્ઞાનિક ટેકનિકથી રિચાર્જ કરે તો આનો ઉકેલ શક્ય બને એમ છે.એ વિષય પર સંસ્થા, સરપંચો અને વહીવટી તંત્ર દ્વારા પરસ્પર પોતાના અનુભવો અને માહિતી ની આપ લે થઈ હતી.અને દરેક સરપંચો,સંસ્થા અને આગેવાનો એ આ કાર્ય માં તન મન અને ધન થી મદદ કરવાની ખાત્રી આપી અને લક્ષ્ય સુધી આ કામ ને પહોચાડવાનો સંકલ્પ કર્યો હતો.  આ કાર્યક્રમમાં લાખણી તાલુ