પોસ્ટ્સ

માર્ચ 14, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

બનાસકાંઠા દાંતા તાલુકામા ડિગ્રી વગરના ૧૦૦થી વધુ બોગસ ડૉક્ટરો વિરુદ્ધ ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી દ્વારા કાર્યવાહી ક્યારે ?

છબી
*બનાસકાંઠા દાંતા તાલુકામા ડિગ્રી વગરના ૧૦૦થી વધુ બોગસ ડૉક્ટરો વિરુદ્ધ ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી દ્વારા કાર્યવાહી ક્યારે ? દાંતા આરોગ્ય વિભાગના અધિકારીઓ દવાખાના ચલાવવા દર મહિને લાખો રૂપિયાની કમાણી કરતા હોવાની રાવ*  દાંતા મોકડી નવાવાસ હડાદ જીતપુર જેવાં વિસ્તારોમાં  ઠેર ઠેર બોગસ તબીબો મનુષ્ય જીવન સાથે ચેડા કરીને દાખલ કરતા નજરે જોવા મળી રહ્યા તેમજ ડિગ્રી વગરના હાર્ડવેર પણ પોતાનું એક્સરે મશીન લઈ લોકો જોડેથી પાટા પેટ્ટી ના નામે હાજારો રૂપિયા ખંખેરી રહ્યા છે દાંતા ગામ મા અને આખા તાલુકામાં જ્યા જુઓ ત્યાં ડિગ્રી વગર ના બોગસ ડૉક્ટરોનો રાફડો ફાટ્યો હોય તેવું નજરે દેખાઈ રહ્યું છે તેમ છતાં તંત્ર અજાણ દાંતા તાલુકામાં રોજનો એક બોગસ ડોક્ટર પોતાનું દવાખાનું ખોલી બેસી જતો હોય છે અને જાણે પોતે એમબીબીએસ હોય તેમ મનુષ્ય જીવન સાથે ચેડા કરી પોતાની પ્રેક્ટિસ કરી રહ્યા છે આમ જોવા જઈએ તો દાંતા તાલુકા ની ઘણના એક પછાત એરિયામા થાય છે .અહીંના લોકો ને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ ના હોવાથી આવા બોગસ ડૉક્ટરો પાસે જવા મજબુર થવું પડતું હોય છે અને આનો ફાયદો ઉઠાવી મન ફાવે તેમ ડૉક્ટરો લૂંટતા હોય છે વધુ મા

બોટાદ જિલ્લા પત્રકાર એકતા સંગઠનની જિલ્લાની કારોબારી ની મીટીંગ કુંડળધામ ખાતે યોજાઇ.!

છબી
બોટાદ જિલ્લા પત્રકાર એકતા સંગઠનની જિલ્લાની કારોબારી ની મીટીંગ કુંડળધામ ખાતે યોજાઇ.! બોટાદ જિલ્લા પત્રકાર એકતા સંગઠન ની જિલ્લાની કારોબારી ની મીટીંગ આજરોજ કુંડળ ધામ ખાતે યોજવામાં આવી હતી. આગામી દિવસોમાં યોજાનાર મહા સંમેલનમાં જોડાવાની જાણકારી અને આયોજન અંગે માહિતી આપવામાં આવી હતી. ગત ૯ માર્ચના રોજ ગાંધીનગર ખાતે યોજાયેલ પત્રકાર એકતા સંગઠનની પ્રદેશ કારોબારી મિટિંગમાં પત્રકાર એકતા સંગઠન ના પ્રદેશ પ્રમુખ દ્વારા પત્રકારોના હિત માટેનાં વિવિધ 14 મુદ્દાઓની માંગ સાથે ભાજપા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.તેમજ હકારાત્મક પ્રતિસાદ પણ સપડાયો હતો.જયરાજ બોટાદ જિલ્લા કારોબારીમાં તેની જાણકારી આપવામાં આવી હતી. ભાવનગર થી પધારેલા પ્રદેશ પ્રતિનિધિ શ્રી જલ્દીપ ભાઈ ભટ્ટ, નિર્મળ ગુજરાતના પેપર ના તંત્રીશ્રી દ્વારા પત્રકારત્વ ને લગતી મહત્વની જાણકારી આપી હતી તેમજ જિલ્લાની કારોબારીમાં સ્થાનિક પ્રશ્નો ની પણ ચર્ચા કરવામાં આવી હતી.  આ બોટાદ જિલ્લા પત્રકાર એકતા સંગઠન કારોબારી મિટિંગમાં પ્રભારી રાજેશભાઈ શાહ ,જિલ્લા પ્રમુખ ધર્મેન્દ્રભાઈ લાઠીગરા, બોટાદ તાલુકા પ્રમુખ

ડીસા પંથકમાં દેશી ફ્રીજનું આગમન મોંઘવારી એ દરેક ક્ષેત્રમાં પ્રવેશ કરી દીધો છે જીવન જરૂરિયાતની ચીજોમાં મોંઘવારીએ સામાન્ય પ્રજાને સકંજામાં ઝકડી લીધા છે ત્યારે ગરીબોનું ફ્રીજ ગણાતુ રાજસ્થાની સફેદ માટલા પણ આ મોંઘવારીમાં બાકાત રહયા નથી ગરીબોના આ ફ્રીજનો રાજસ્થાની સફેદ માટલાના ભાવમાં દર વર્ષે દશ ટકાનો વધારો થતો જોવા મળે છે

છબી
ડીસા પંથકમાં દેશી ફ્રીજનું આગમન  મોંઘવારી એ દરેક ક્ષેત્રમાં પ્રવેશ કરી દીધો છે જીવન જરૂરિયાતની ચીજોમાં મોંઘવારીએ સામાન્ય પ્રજાને સકંજામાં ઝકડી લીધા છે ત્યારે ગરીબોનું ફ્રીજ ગણાતુ રાજસ્થાની સફેદ માટલા પણ આ મોંઘવારીમાં બાકાત રહયા  નથી ગરીબોના આ ફ્રીજનો રાજસ્થાની સફેદ માટલાના ભાવમાં દર વર્ષે દશ ટકાનો વધારો થતો જોવા મળે છે . ડીસા શહેરના ગાયત્રી વિસ્તાર, જલારામ મંદિર, બેકરી વ્હોળામાં તેમજ બજારો વિગેરે વિસ્તારોમાં રાજસ્થાનના સફેદ માટલાનો જંગી જથ્થાના ઢગ ખડકાઈ રહ્યા છે ઉનાળાની શરૂઆત થતાની સાથે ગરમીનુ પ્રમાણ દિન પ્રતિદિન વધારો થવા લાગતા ગરમીમાં ઠંડા પાણી આપતુ આ રાજસ્થાની સફેદ માટલા માટે લોકો ખરીદી કરતા હોઈ આવા રાજસ્થાની સફેદ માટલા ડીસા શહેરમાં નજરે પડવા લાગ્યા છે. બ્યુરો રિપોર્ટ PHN NEWS બનાસકાંઠા