પોસ્ટ્સ

જાન્યુઆરી 11, 2023 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

દાંતા વિસ્તારમાં વિદેશી દારૂના અડ્ડાઓ બંધ કરવા રાજયના ગૃહમંત્રીને પત્ર લખાયો પત્ર...દાંતા તાલુકાના પોલીસ કર્મીઓને હડાદ થી બદલી કરી દાંતા પોલીસ સ્ટેશનમાં અડીંગો જમાવ્યોદાંતા પોલીસ સ્ટેશનમાં અનેક વાર રજુઆતઓ કરવા છતાં દાંતા પોલીસના પેટનું પાણી પણ ના હલ્યુ...

છબી
દાંતા વિસ્તારમાં વિદેશી દારૂના અડ્ડાઓ બંધ કરવા રાજયના ગૃહમંત્રીને પત્ર લખાયો પત્ર... દાંતા તાલુકાના પોલીસ કર્મીઓને હડાદ થી બદલી કરી દાંતા પોલીસ સ્ટેશનમાં અડીંગો જમાવ્યો દાંતા પોલીસ સ્ટેશનમાં અનેક વાર રજુઆતઓ કરવા છતાં દાંતા પોલીસના પેટનું પાણી પણ ના હલ્યુ... કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી,યાત્રાધામ અંબાજી પણ દાંતા તાલુકામાં આવેલું છે...        ગાંધીના ગુજરાતમાં દારૂ બંધીની વાતો માત્રને માત્ર કાગળ ઉપર જ જોવા મળી રહી છે.દાંતામા નજર પડે ત્યા કચરામાં વીદેશી દારૂની બોટલો જોવા મળી રહી છે ખુલ્લેઆમ થતા દારૂ વેચાણની ચાડી ખાઈ છ.દાંતા મોહોબ્તગઢ  ભેમાળ જેવા વિસ્તારોમાં વિદેશી દારૂના બુટલેગરો કાળા કાચ અને વગર નંબર પ્લેટ વગરની ગાડીઓ લઈને બેફામ બન્યા છે ત્યારે દારૂના અડ્ડાઓ ઉપર કયા સાહેબના આશીર્વાદ મળ્યા છે તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે દુષણને ડામવા લોકો માગ પોકારી રહ્યા છે.  જાણવા મળ્યા મુજબ દાંતા પોલીસની લેશમાત્ર ફડક વિના ખુલ્લેઆમ વિદેશી દારૂના અડ્ડાઓ જોવા મળી રહ્યા છે.દાંતા વિસ્તારમાં ઓડવાસ,મોહોબ્તગઢ,ભેમાળ વિસ્તારમાં- વિદેશી દારૂનુ વેચાણ થતુ જોવા મળી રહ્યુ છે.આ દુષ

અરવલ્લી જિલ્લામાં ૩૩માં માર્ગ સલામતી સપ્તાહનું ઉદ્ધઘાટન કરવામાં આવ્યું.અકસ્માત એ માનવસર્જિત આપદા છે, જેને યોગ્ય સાવચેતી રાખવામાં આવે તો જરૂરથી નિવારી શકાયછે : કલેક્ટરશ્રી

છબી
અરવલ્લી જિલ્લામાં ૩૩માં માર્ગ સલામતી સપ્તાહનું ઉદ્ધઘાટન કરવામાં આવ્યું. અકસ્માત એ માનવસર્જિત આપદા છે, જેને યોગ્ય સાવચેતી રાખવામાં આવે તો જરૂરથી નિવારી શકાય છે : કલેક્ટરશ્રી  અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે ૩૩માં માર્ગ સલામતી સપ્તાહનું ઉદ્ધઘાટન કલેક્ટરશ્રી નરેન્દ્ર કુમાર મીના દ્વારા કરવામાં આવ્યું.માર્ગ પર થતા અકસ્માતો અને મૃત્યુના કિસ્સાઓ નિવારવા અને લોકોને એ બાબતે જાગૃત કરવા માટે વિવિધ કાર્યક્રમો/અભિયાન ચલાવવામાં આવે છે. આવુ જ એક અભિયાન માર્ગ સલામતી સપ્તાહ-૨૦૨૩ ૧૧ જાન્યુઆરી થી શરૂ કરવામાં આવ્યું.માર્ગ સલામતી સપ્તાહ એટલે લોકોને વાહન ચલાવતી વખતે રાખવાની સુરક્ષા બાબતે જાગૃતિ ફેલવવા માટેનો સપ્તાહ. ૧૧ થી ૧૭ જાન્યુઆરી દરમિયાન આ સપ્તાહ અંતર્ગત લોકોમાં રોડ પર રાખવાની સાવચેતી અને નિયમો અંગે જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવાનો સૌથી મહત્વનો હેતુ માર્ગ અકસ્માતોમાં થતા મૃત્યુનો આંકડો ઘટાડવાનો છે. કલેક્ટરશ્રીએ સંબોધન કરતા જણાવ્યું કે, રાજ્યમાં માર્ગ અકસ્માતોમાં દર વર્ષે અનેક લોકો ગંભીર ઇજાગ્રસ્ત થાય છે અને કેટલાક લ