પોસ્ટ્સ

મે 26, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

આગામી ૩૧મી મે ના રોજ વડાપ્રધાનશ્રી દ્વારા “લાભાર્થી સાથે સીધો સંવાદ કાર્યક્ર્મ” અંગે અરવલ્લી જિલ્લા ખાતે સમીક્ષા બેઠક યોજાઈ

છબી
આગામી ૩૧મી મે ના રોજ વડાપ્રધાનશ્રી દ્વારા “લાભાર્થી સાથે સીધો સંવાદ કાર્યક્ર્મ” અંગે અરવલ્લી જિલ્લા ખાતે સમીક્ષા બેઠક યોજાઈ  ............... અરવલ્લી જિલ્લાનો મુખ્ય કાર્યક્ર્મ ભામસા હૉલ, મોડાસા  ખાતે અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને યોજાશે આઝાદી કા  અમૃત મહોત્સવ અંતર્ગત આગામી તા. ૩૧/૦૫/૨૦૨૨ ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા સિમલા, (હિમાચલ પ્રદેશ)થી “લાભાર્થીઓ સાથે સીધો સંવાદ” કાર્યક્ર્મ યોજાનાર છે. આ કાર્યક્રમ વર્ચ્યુઅલ માધ્યમથી તમામ જિલ્લાઓ ખાતે યોજાનાર છે. અરવલ્લી જિલ્લામાં આ કાર્યક્રમ અન્વયે આજરોજ જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમની રૂપરેખા અંગે જરૂરી માર્ગદર્શન અને સમિક્ષા કરવામાં આવી હતી.  આગામી ૩૧ મે નાં રોજ યોજાનાર લાભાર્થી સંવાદ કાર્યક્રમમા કેન્દ્ર સરકારની મુખ્ય ૧૩ યોજના દીઠ તાપી જિલ્લાના કુલ ૩૦૦૦ જેટલાં લાભાર્થીઓ આ કાર્યક્ર્મમા ભાગ લેશે. આ ઉપરાંત જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્ય,ચુંટાયેલા પ્રતિનિધિઓ, સરપંચો, કાર્યકારો આ કાર્યક્ર્મમા ભાગ લેનાર છે. તમામ બાબતો અંગેન

શ્રીઆનંદ સડાત જોરાવરનગર અને અભાપુર ગામના શ્રીવિપુલભાઇઁ નિનામા તેમજ અન્ય લોકોની સહી કરાવીને તાત્કાલિક મામલતદાર કચેરી વિજયનગર ખાતે રમેશભાઇ અસારી વિરુધ્ધ અરજી આપવામા આવી છે

છબી
વિજયનગર મામલતદાર કચેરીની બાહર જમીનને લગતા વારસાઇ પેઢીનામુ આવક જાતિના દાખલા તેમજ અન્ય કચેરીને લગતા કાગળો તૈયારી કરવા કચેરીની બાહર રસ્તાના સામેની બાજુ માતેશ્વરી ફનિચઁરની દુકાન નીચે  શ્રીરમેશભાઇ અસારીનામનો વ્યક્તિ ખુરશી ટેબલ લગાવી બિનકાયદેસર પરવાંગી વગર વિજયનગર તાલુકાના ગરીબ અભણ આદિવાસી લોકોના કાગળો તૈયાર કરી આપવાના બાને  ૨૦૦- ૪૦૦-૫૦૦ રુ સુધી વધારે પૈસા લઇને પડાવી લેવા ચલાવી છે આજ રોજ આનંદભાઇ સડાત પાસે પણ નામ ગામ,જમીનનો સવેઁ નંબર ક્ષેત્રફળ લખી ત્રણ રુની ટીકીટ લગાવી આપવાના ૧૨૦ રુ ની માંગણી કરતા  શ્રીદિલીપભાઇ ભગોરા(વસઇ ડગલા) શ્રીઆનંદ સડાત જોરાવરનગર અને અભાપુર ગામના શ્રીવિપુલભાઇઁ નિનામા તેમજ અન્ય લોકોની સહી કરાવીને તાત્કાલિક મામલતદાર કચેરી વિજયનગર ખાતે રમેશભાઇ અસારી વિરુધ્ધ અરજી આપવામા આવી છે એટલે વિજયનગર તાલુકાની તમામ જનતાને જણાવવાનુ કે આવી રીતે વધુ પૈસાની માગણી કરતા કોઇ કમઁચારી કે માણસ હોય તો પુરાવા સાથે વિરોધ્ધ કરી તાત્કાલિક જે તે કચેરીમા અરજી આપી દેવી વધુ પૈસાની માગણી કરતા રમેશભાઇ સાથે થયેલ વાતચીતનો વિડીયો જાહેરમા મુકવામા આવેલ છે  જાગૃત બની ખોટાનો વિરોધ કરીએ જય આદિવાસી ૨૬ મે 

વિદેશમાં ફેલાઈ રહેલા રોઈ મંકીપોકસને પગલે અરવલ્લી જિલ્લા તંત્ર સચેત

છબી
વિદેશમાં ફેલાઈ રહેલા રોઈ મંકીપોકસને પગલે અરવલ્લી જિલ્લા તંત્ર સચેત -------------------------- મંકીપોકના કેસોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગની વચગાળાની સલાહ વિશ્વના કેટલાક દેશોમાં મંકીપોકસ નામનો એક રોગ પ્રસરી રહ્યો છે.જેમાં તાવ , ફોલ્લીઓ જેવા લક્ષણ જોવા મળે છે. આ રોગ પ્રાણીઓમાંથી માણસમાં આવી શકે છે અને માણસથી બીજા માણસમાં પણ પ્રસરી શકે છે. આ રોગના લક્ષણો 2થી 4 અઠવાડિયા સુધી ચાલે છે. કેસમાં મૃત્યુદર 1 થી 10 ટકા જેટલો છે. હાલ આ રોગ યુકે, યુએસએ, યુરોપ, ઓસ્ટ્રેલિયા, કેનેડામાં જોવા મળ્યો છે. ભારતમાં હાલ આ રોગના કોઈ કેસ નોંધાયા નથી પરંતુ તેના સંક્રમણની શક્યતાને કારણે સરકાર દ્વારા રાજ્ય અને જિલ્લા તંત્ર માટે વચગાળાની સલાહ આપવામાં આવી છે. જો કોઈ વ્યકિતએ 21 દિવસમાં મંકીપોક્સ ગ્રસ્ત દેશનો પ્રવાસ કર્યો હોય, કોઈ મંકીપોકસગ્રસ્ત વ્યક્તિના સમપ્રક માં આવેલ હોય અને કોઈ પણ લક્ષણ દેખાય તો આરોગ્ય અધિકારીને તાત્કાલિક જાણ કરવી. યોગ્ય સારવાર સુધી વ્યક્તિને આઇસોલેશનમાં રાખવો. દર્દીની સારવાર દરમિયાન ચેપ નિયંત્રણ પધ્ધતિનું પાલન કરવું. શંકાસ્પદ દર્દીના લોહી, ગળફાના નમુના પૂણે ખાતે તપાસ માટ

બેરોજગારોને રોજગારી આપવા માટે રાજ્ય સરકારની નવી પહેલ--------------------------

છબી
બેરોજગારોને રોજગારી આપવા માટે રાજ્ય સરકારની નવી પહેલ --------------------------  અનુબંધમ પોર્ટલથી તમામ ઉમેદવારોને મળશે રોજગાર રાજ્ય સરકાર દ્વારા બેરોજગારોને રોજગારી આપી તેમને આત્મનિર્ભર બનાવવા અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે. રોજગારની પદ્ધતિને સરળ બનાવવા શરૂ કરાયું છે અનુંબંધમ પોર્ટલ. આ પોર્ટલની મદદથી અનેક યુવા- યુવતીઓને મનપસંદ ક્ષેત્રમાં રોજગારી મળી રહે અને નોકરીદાતાનોને પણ કૌશલ્ય ધરવાતા માણસો મળી રહે તે હેતુથી આ પોર્ટલ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલની મદદથી રોજગાર મેળવવા માટે ઉમેદવારોને પોર્ટલ પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. જેમાં તમારી બેઝીક જાણકારી અને લાયકાત દર્શાવવાની હોય છે. આ પોર્ટલ પર ઘણા ખાનગી અને સરકારી નોકરીદાતાઓ જોડાયેલા છે. જેની મદદથી ઉમેદવારો રાજ્યમાં તેમની લાયકાત અનુસારની નોકરી માટે નોંધણી કરાવી શકે છે. અરવલ્લી જિલ્લામાંથી આ પોર્ટલમાં 18,148 ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાંથી 768 ઉમેદવારોને ખાનગી સંસ્થામાં નોકરી મળી છે. રાજ્ય સરકાર આયોજિત 26 ભરતી મેળામાં જીલ્લાના 1,204 બેરોજગાર યુવાનોને રોજગારી આપવામાં આવી છે. અનુબંધમ  પોર