પોસ્ટ્સ

માર્ચ 23, 2023 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

શહીદ દિવસ****શહીદ દિવસ નિમિતે યાદ કરીએ આપણા અરવલ્લી જિલ્લાના વીર સપૂતોને જેમણે આઝાદીની લડાઈમાં યોગદાન આપ્યું.

છબી
****શહીદ દિવસ**** શહીદ દિવસ નિમિતે યાદ કરીએ આપણા અરવલ્લી જિલ્લાના વીર સપૂતોને જેમણે આઝાદીની લડાઈમાં યોગદાન આપ્યું.     અરવલ્લી જિલ્લાના મથુરદાસ ગાંધી, નટવરલાલ ગાંધી, ચુનીલાલ ગાંધી,મોહનલાલ ગાંધી,પુરુષોત્તમદાસ શાહ, રમણલાલ સોની, અને સુરજીભાઈ સોલંકી જેવા અનેક લડવૈયાઓને કેવી રીતે ભૂલી શકાય. અરવલ્લીના રાષ્ટ્રપ્રેમી સપૂતોનું પૂણ્ય સ્મરણ કરી તેમને વંદન. બ્રિટીશ હકુમતના પાયા હચમચાવી નાંખનારી દાંડીકૂચ અને નમક સત્યાગ્રહમાં પણ આ જિલ્લાની મહિલા શક્તિના પ્રતિક મણીબહેનના યોગદાનને બિરદાવીએ. આજે દેશ "શહીદ દિવસની" ઉજવણી કરી રહ્યો છે. ત્યારે દેશની આઝાદી માટે લડનારા અને પોતાના પ્રાણોની આહુતિ આપનારા દરેક લડવૈયાઓને આપણે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ મેળવવા માટે ભારતે વર્ષો સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો, અને પછી આપણને આઝાદી મળી. આવી સ્થિતિમાં શહીદ દિવસે દેશને આઝાદ કરવા અને દેશની રક્ષા માટે પોતે બલિદાન આપનારા આ નિર્ભીક શહીદોને શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર રાષ્ટ્ર શ્રધ્ધાંજલી પાઠવે છે. અંગ્રેજોનાં રાજમાં ભારતનાં વીર પુત્રોએ આઝાદીને મેળવવા માટે પોતાના જીવનું બલિદાન આપ્યું હત