જામ કંડોરણા ખાતે પ્રજાસતાક પર્વની ખુબજ ઉલ્લાસ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી . પોલીસ જવાનો દ્વારા શિસ્તબધ્ધ રીતેની પરેડ સાથે મામલતદારશ્રી વિજય મુળાસીયા સાહેબના હસ્તે ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો .
જામ કંડોરણા ખાતે પ્રજાસતાક પર્વની ખુબજ ઉલ્લાસ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી . પોલીસ જવાનો દ્વારા શિસ્તબધ્ધ રીતેની પરેડ સાથે મામલતદારશ્રી વિજય મુળાસીયા સાહેબના હસ્તે ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો . સ્વાતંત્ર ભારતનાં ૭રમાં પ્રજાસતાક પર્વની તાલુકા કક્ષાની ઉજવણીનો સમારોહ જામ કંડોરણા ખાતેની તાલુકા શાળાનાં મેદાનમાં રાખવામાં આવેલ હતો . મામલતદાર કચેરી , તાલુકા પંચાયત કચેરી, ગ્રામ પંચાયત કચેરી તેમજ જામ કંડોરણાની તાલુકા શાળા, કન્યા શાળા તેમજ અન્ય તમામ સરકારી શાળાનાં તમામ કર્મચારીગણ દ્વારા આજના આ ૨૬ મી જાન્યુઆરીનાં ૭રમાં પ્રજાસતાક પર્વની ભવ્ય ઉજવણી કરવા ખુબજ સુંદર આયોજન કરવામાં આવેલ હતું. કાર્યક્રમની શરૂઆતમાં જામ કંડોરણાનાં પોલીસ સબ ઈન્સપેકટરશ્રી જે.યુ.ગોહિલસાહેબની આગેવાની હેઠળ તેમનાં પોલીસ ડિપાર્ટમેન્ટનાં જવાનો દ્વારા શિસ્તબધ્ધ રીતે સુંદર પરેડ સાથે રાષ્ટ્ર ધ્વજને સલામી અપાવી હતી . રાષ્ટ્ર ધ્વજ મામલતદાર અને તાલુકા એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટશ્રી વિજય મુળાસીયા સાહેબના હસ્તે લહેરાવવામાં આવ્યો હતો. ધ્વજ વંદન સાથે કાર્યક્રમનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હ