*શ્રધ્ધા, સેવા અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના મેળાના આયોજન અંગે પાલનપુર ખાતે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યનક્ષસ્થાાને બેઠક યોજાઇ
*શ્રધ્ધા, સેવા અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના મેળાના આયોજન અંગે પાલનપુર ખાતે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યનક્ષસ્થાાને બેઠક યોજાઇ* *બે વર્ષના વિરામ બાદ તા.૫ થી ૧૦ સપ્ટેમ્બર દરમ્યાન યોજાનાર ભાદરવી પૂનમના મેળામાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી દર્શનાર્થીઓ માટે ઉત્તમ વ્યવસ્થા કરાશે* --- *કલેકટરશ્રી આનંદ પટેલ* *દરેક વિભાગોએ શ્રધ્ધાના આ પર્વને માઇક્રો પ્લા્નિંગ કરી અનોખો બનાવવાનો છેઃ ---*જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે વિશ્વ પ્રસિદ્વ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મહામેળો કોરોના મહામારીના લીધે છેલ્લા બે વર્ષથી બંધ હતો. બે વર્ષના લાંબા વિરામ બાદ આ વર્ષે તા. ૫ થી ૧૦ સપ્ટે્મ્બર-૨૦૨૨ દરમ્યાન ભાદરવી પૂનમનો મેળો યોજાશે.બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મેળાના આયોજન માટે બે મહિના અગાઉ અત્યારથી જ વ્યાપક તૈયારીઓ ધરવામાં આવી છે. શ્રધ્ધા, સેવા અને આસ્થાના મહાકુંભ સમાન અંબાજી ભાદરવી પૂનમના મેળાના આયોજન અને વ્યવસ્થા અંગે પાલનપુર ખાતે શ્રી આરા