પોસ્ટ્સ

જુલાઈ 21, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે મંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્માએ ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા-અર્ચના કરી

છબી
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે મંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્માએ ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા-અર્ચના કરી અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે અખંડ શ્રધ્ધા, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે સહકાર, કુટીર ઉદ્યોગ, વન અને પર્યાવરણ રાજ્ય મંત્રીશ્રી  જગદીશભાઇ વિશ્વકર્માએ આજે પરીવાર સાથે શક્તિપીઠ અંબાજીની મુલાકાત લઇ ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા- અર્ચના કર્યા હતા. અંબાજી મંદિરમાં આજે છપ્પન ભોગના અન્નકૂટના દર્શનની સાથે અન્નકૂટ આરતીમાં પણ લાભ લીધો હતો. મંદિરમાં આરતી પૂર્ણ કર્યા બાદ ભટ્ટજી મહારાજની ગાદી પર મંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્મા અને તેમના પરિવારજનોએ આશીર્વાદ મેળવ્યા હતા.           આ પ્રસંગે મંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્માએ જણાવ્યું કે, લાખો ગુજરાતીઓની પરમ શ્રધ્ધાનું કેન્દ્ર શક્તિપીઠ અંબાજી ખાતે દર્શનની સાથે જોગાનુંજો આજે અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવું છું. તેમણે કહ્યું કે, કોરોના મહામારીના કારણે બે વર્ષ પછી ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર હોઇ મોટી સંખ્યામાં મેળામાં આવનાર માઇભક્તો માટે સરકાર દ્વારા આયોજન કરવામાં આવી ર

અરવલ્લી જિલ્લામાં બાસ્કેટબૉલ એકેડમીમાં ભાઈઓ-બહેનો ના પ્રવેશ માટે હાઈટ-હન્ટ નું આયોજન.

છબી
અરવલ્લી જિલ્લામાં બાસ્કેટબૉલ એકેડમીમાં  ભાઈઓ-બહેનો ના પ્રવેશ માટે હાઈટ-હન્ટ નું આયોજન. સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરત, ગાંધીનગર દ્વારા  સંચાલીત ડી.એલ.એસ.એસ. અને  બાસ્કેટબોલ એકેડમીમાં  ભાઈઓ-બહેનો ના પ્રવેશ માટે હાઈટ-હન્ટનું આયોજન કરેલ છે. જેમાં નીચે જણાવેલ વય અને ઉંચાઇની મર્યાદામાં રસ ધરાવનાર ભાઇઓ-બહેનો એ તા- ૨૪/૦૭/૨૦૨૨ . ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જિલ્લા રમત વિકાસ અધિકારી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર,મોડાસા જિ. અરવલ્લી ખાતે નીચે આપેલ સરનામે   હાજર રહેવા આથી જણાંવવામાં આવે છે. ઉંચાઈ  ક્રમ  ઉંમર  બહેનો    ભાઇઓ 1    12      163+    168+ 2     13        166+   173+ 3    14        171+   179+ 4     15        173+  184+ 5    16        175+   187+ 6    17        177+   190+ 7    18        178+    192+ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત (રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર) જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, મોડાસા જિ. અરવલ્લી  સરનામું- બોયઝ હોસ્ટેલ   બ્લોક  –સી ઇન્કમટેક્ષ ઓફીસની બાજુમાં ભેરુન્ડા૨ રોડ, મોડાસા Email: seniorcoach.aravalli @gmail.com   Offic MO.NO-02774.249796.બ્

અરવલ્લી જિલ્લામાં સ્વતંત્રતા સપ્તાહ દરમિયાન હર ઘર તિરંગા કાર્યક્રમ યોજાશે.

છબી
અરવલ્લી જિલ્લામાં સ્વતંત્રતા સપ્તાહ દરમિયાન હર ઘર તિરંગા કાર્યક્રમ યોજાશે. અરવલ્લી જિલ્લાના નાગરિકોમાં રાષ્ટ્રભાવના વધુ મજબૂત બને અને રાષ્ટ્રધ્વજ માટે માન સન્માન વધે તે ઉદ્દેશથી જિલ્લામાં હર ઘર તિરંગા કાર્યક્રમ યોજાશે. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત વિવિધ રાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન અને અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આગામી સ્વતંત્રતા સપ્તાહમાં તા. ૧૧ થી ૧૭ ઓગસ્ટ ૨૦૨૨ દરમિયાન હર ઘર તિરંગા કાર્યક્રમની રાષ્ટ્રીયવ્યાપી ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના તમામ ઘરો દુકાનો ઉદ્યોગો અને વેપારી ગૃહો સરકારી અને ખાનગી કચેરીઓ વગેરે તમામ જગ્યાએ રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે અને તે થકી લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગૌરવની ભાવના જાગે તે આ કાર્યક્રમનો હેતુ છે. જિલ્લાની તમામ નગરપાલિકા વિસ્તારના તમામ લોકો ઉપર્યુક્ત કાર્યક્રમમાં વિશાળ જન ભાગીદારી સાથે જોડાય અને જિલ્લાની તમામ નગરપાલિકા વિસ્તાર, તમામ સસ્તા અનાજની દુકાનો, એ.પી.એમ.સી., સહકારી મંડળીઓ, દૂધ મંડળીઓ તેમજ સરકારી કચેરીઓ, ભવનો, શાળા, કોલેજ, અન્ય તમામ શૈક્ષણિક સંસ્થાઓ આંગણવાડીઓ, જેેલ, પોલીસ સ્ટેશન, બસ સ્ટેશન, પ