પોસ્ટ્સ

ઑગસ્ટ 6, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

અરવલ્લીમા 15મી ઑગસ્ટની ઉજવણીની પૂર્વ સમીક્ષા બેઠક યોજાઈ.

છબી
અરવલ્લીમા 15મી ઑગસ્ટની ઉજવણીની પૂર્વ સમીક્ષા બેઠક યોજાઈ. અગ્રસચિવ શ્રીરાજેશ માંજૂ અરવલ્લીની  મુલાકાતે. અરવલ્લી જિલ્લામા 15મી ઑગસ્ટ સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગ રૂપે અગ્રસચિવ શ્રીરાજેશ માંજૂએ પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી.અરવલ્લી જિલ્લામાં સ્વતંત્રતા પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ થઈ રહી છે. 15મી ઑગસ્ટ રાજ્યકક્ષાના  કાર્યક્રમની ઉજવણી અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે થવાની છે, ત્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે. અગ્રસચિવ રાજેશ માંજૂ અને તેમની ટિમ સાથે સમીક્ષા બેઠક અને સ્થળ મુલાકાત કરવામાં આવી.14 અને 15 ઑગસ્ટના કાર્યક્રમની તૈયારીઓ અને સંપૂર્ણ વ્યવસ્થાની તૈયારીઓની જરૂરી સૂચનાઓ આપવામાં આવી.તમામ કાર્યક્રમો સુચારુ રૂપે ઉજવાય તે માટે તમામ વિભાગની વ્યવસ્થાની બેઠકમા ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં અગ્રસચિવ શ્રી રાજેશ માંજૂ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત,નિવાસી અધિક કલેક્ટર શ્રી એન. ડી. પરમાર, અને તમામ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત નારી વંદન ઉત્સવ અંતર્ગત યોજાયો કાર્યક્રમ.

છબી
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત નારી વંદન ઉત્સવ અંતર્ગત યોજાયો કાર્યક્રમ. અરવલ્લી જિલ્લામાં ભામાશા હોલ ખાતે  ઉજવાયો મહિલા કર્મયોગી દિવસ . અરવલ્લી જિલ્લાના મોડાસામાં ભામાશા હોલ  ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરવામાં આવી.“મહિલા કર્મયોગી દિવસ”ની ઉજવણી અંતર્ગત  "કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી (નિવારણ, પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ) અધિનિયમ-૨૦૧૩”વિષય ઉપર સેમીનાર રાખવામા આવ્યો જેમાં કામ કરવાનાં સ્થળ ઉપર મહિલાઓનું  યોગદાનનું મહત્વ અને કામના સ્થળે કોઈપણ પ્રકારની થતી સતામણી થતી હોય તો તેને અટકાવવા માટે કેવા પગલાંઓ ભરવા જોઈએ અને કેવીરીતે રીતે સતેજ રેહવું જોઈએ તેની સમજણ આપવામાં આવી. આજના કાર્યક્રમમાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રી ડૉ. એમ. કે. ડોડીયા, મહિલા અને બાળ અધિકારીશ્રી ડી. બી. પંડ્યા. દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી ડૉ. એન. વી. મેણાત,શ્રીવનિતાબેન પટેલ,પ્રિ. ડૉ. બિપીનભાઈ પટેલ,પ્રિ.ર્ડો. એચ. એમ. પટેલ, ડૉ. સોનિયાબેન જોશી.તેમજ અન્ય અધિકારીઓ અને બહોળી સંખ્યામાં મહિલાઓની  ઉપસ્થિતમા કાર્યક્રમ યોજ