દાંતા તાલુકામાં પ્રથમ વખત ત્રણ ગામોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો*
*દાંતા તાલુકામાં પ્રથમ વખત ત્રણ ગામોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો* ગુજરાત 2022 વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે વિવિધ પક્ષો દ્વારા પોતાની તાકાત લગાવીને ચૂંટણી જીતવાના દાવા કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ ઉમેદવારો દ્વારા અને વિવિધ પક્ષો દ્વારા દરેક જગ્યા પર ચૂંટણી ના બોર્ડ લગાવવામાં આવ્યા છે અને મતદારોને આકર્ષવા માટે જાતજાતની જાહેરાતો કરવામાં આવી છે ત્યારે બીજી તરફ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં અત્યારે ત્રણ ગામના સ્થાનિક લોકો દ્વારા અમારા ગામમાં વોટ લેવા આવવું નહીં તેવી માંગ સાથે ગામની અંદર મતદાનનો બહિષ્કાર અને રાજકીય પાર્ટીઓ અમારા ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બોર્ડ લગાવતા રાજકીય પક્ષોની ઊંઘ હરામ થઈ ગઈ છે.દાંતા વિધાનસભા એટલે કોંગ્રેસનો ગઢ ગણાય છે. દાંતા તાલુકામાં નાના મોટા 200 જેટલા ગામો આવેલા છે આ ગામોમાં હજુ પણ પ્રાથમિક સુવિધાઓ પૂર્ણ થઈ નથી જેને લઈને કેટલાક ગામોમાં લોકો નારાજ જોવા મળી રહ્યા છે. દાંતા વિધાનસભામાં ગંગવા, અભાપુરા અને જગતાપુરા ગામના લોકો પોતાના ગામમાં રસ્તો ન મળવાના લીધે મતદાનનો બહિષ્કાર કર્યો છે અને ગામની અંદર જગ્યા જગ્યા પર બોર્ડ