પોસ્ટ્સ

નવેમ્બર 18, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

અરવલ્લી જિલ્લામાં ચૂંટણી પૂર્વે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચાલતી ચૂંટણીલક્ષી કામગીરીની યોજાઈ સમીક્ષા બેઠક.*કેન્દ્રીય ચૂંટણી પંચના જનરલ નિરીક્ષકશ્રી અજયસિંઘ તોમર, અતોનુ ચેટર્જી, દોર્જે છેરિગ નેગી ઉપરાંત ખર્ચ નિરીક્ષકશ્રી અજિતકુમાર મિશ્રા અને પોલીસ નિરીક્ષકશ્રી કુમાર ગૌતમએ ચૂંટણીલક્ષી તૈયારીઓ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું.

છબી
અરવલ્લી જિલ્લામાં ચૂંટણી પૂર્વે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચાલતી ચૂંટણીલક્ષી કામગીરીની યોજાઈ સમીક્ષા બેઠક. *કેન્દ્રીય ચૂંટણી પંચના જનરલ નિરીક્ષકશ્રી અજયસિંઘ તોમર, અતોનુ ચેટર્જી, દોર્જે છેરિગ નેગી ઉપરાંત ખર્ચ નિરીક્ષકશ્રી અજિતકુમાર મિશ્રા અને પોલીસ નિરીક્ષકશ્રી કુમાર ગૌતમએ ચૂંટણીલક્ષી તૈયારીઓ અંગે  જરૂરી માર્ગદર્શન  આપ્યું. *જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને  કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મિનાએ  જિલ્લામાં ચૂંટણીની તૈયારીઓ અંગે નિરીક્ષકશ્રીઓને માહિતગાર કર્યા. અરવલ્લી જિલ્લામા વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજવા જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા સઘન કામગીરી ચાલી રહી છે. આ ચૂંટણીના મતદાન પૂર્વે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા થઇ રહેલી ચૂંટણીલક્ષી કામગીરી સમીક્ષા માટે જિલ્લા કલેક્ટર કચેરીનાં સભાખંડ ખાતે ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ નોડલ અધિકારીશ્રીઓની જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને  કલેકટર શ્રી ડો. નરેન્દ્રકુમાર મિના, કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા નિમાયેલા ઓબ્ઝર્વરશ્રીની ઉપસ્થિતિમાં એક સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. અરવલ્લી જિલ્લા ચૂંટણી અધિકા

દાંતા સીટ પર આપ નુ ફિક્કું પ્રદર્શન, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુકાબલો

છબી
દાંતા સીટ પર આપ નુ ફિક્કું પ્રદર્શન, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુકાબલો  ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. વિવિધ પક્ષોના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે ત્યારે ગુજરાતના સૌથી પછાત તાલુકા દાંતા તાલુકાની વાત કરવામાં આવે તો ચોક્કસપણે કહી શકાય છે કે અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે પરંતુ આ શક્તિપીઠમાં પ્રાથમિક સમસ્યાઓ ઠેરની ઠેર છે ત્યારે અંબાજી દાંતા વિધાનસભામાં આવતું હોઈ દાંતા વિધાનસભામાં ભાજપ કોંગ્રેસ અને આપ પાર્ટી નો ત્રિપાંખીઓ જંગ જામશે તેઓ જાણવા મળ્યું હતું પરંતુ આમ આદમી પાર્ટીના ઉમેદવાર બુધવારે બપોરે ફોર્મ ભરવા આવ્યા ત્યારે ગણ્યા ગાંઠ્યા લોકો જોવા જ જોવા મળ્યા હતા. આ ઉપરથી લાગી રહ્યું છે કે દાંતા વિધાનસભા સીટ પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ મુકાબલો જામશે.     દાંતા વિધાનસભા સીટ પર ભાજપના ઉમેદવાર લાતુભાઈ પારગી ફોર્મ ભરતા પહેલા જાહેર સભા યોજીને શક્તિ પ્રદર્શન કર્યું હતું. તો બીજી તરફ હાલના ધારાસભ્ય કાંતિ ખરાડી પણ જાહેર સભા યોજીને શક્તિ પ્રદર્શન કર્યું હતું.ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરવા આવ્યા ત્યારે એક સાથે પ્રાંત અધિકારીની ચેમ્બરમાં જોવા મળ્યા હતા. ભાજપ