આભાર દર્શનની કલાત્મક રીત*: *પીએમસ્વનિધી યોજનાની લાભાર્થી બહેનો પ્રધાનમંત્રીશ્રી ને આવકારવા બનાવી રહી છે ૧૦૦ ફૂટ લાંબુ બિંદી મોઝેક*
*આભાર દર્શનની કલાત્મક રીત*: *પીએમસ્વનિધી યોજનાની લાભાર્થી બહેનો પ્રધાનમંત્રીશ્રી ને આવકારવા બનાવી રહી છે ૧૦૦ ફૂટ લાંબુ બિંદી મોઝેક* ******* ¤ *શહેરમાં ૬ હજારથી વધુ બહેનોને સ્વરોજગાર અને આત્મ નિર્ભરતાના ગૌરવભર્યો માર્ગ ચીંધ્યો છે પ્રધાનમંત્રી શ્રીએ શરૂ કરાવેલી આ યોજનાએ આભાર માનવાની જુદી જુદી રીતો હોય છે.વડોદરા શહેરની બહેનો એ ૧૮ મીએ વડોદરાના મહેમાન બનનારા પ્રધાનમંત્રીશ્રી નો આભાર માનવા કલાત્મક પરિશ્રમ આદર્યો છે.આ એ બહેનો છે જેમને પ્રધાનમંત્રી સ્વનિધી યોજના સ્વરોજગારી અને આત્મ નિર્ભરતાના ગૌરવભર્યા માર્ગે લઈ ગઈ છે. એટલે પી.એમ.સ્વનીધી યોજનાના પ્રણેતા વડાપ્રધાનશ્રી ને ઉમળકા સાથે આવકારવા અને હ્રદયપૂર્વક તેમનો આભાર માનવા આ બહેનો ૧૦૦ ફૂટ લાંબુ કલા ચિત્ર,સૌભાગ્યના પ્રતિક રૂપ બિન્દીઓ ને કાપડ પર ચિપકાવીને બિન્દી મોઝેક બનાવી રહી છે. યાદ રહે કે કોરોના કાળમાં ધંધા રોજગાર ખોરવાઈ જવાના લીધે નાના ધંધા રોજગાર કરનારા લોકોને જરૂરી મૂડીની મુશ્કેલી ઊભી થઈ હતી. તે સમયે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી સરકારે પી.એમ.સ્વનિધી યોજના શરૂ કરાવી ને નાના ધંધા રો