ગાંધીનગર ખાતે ગુજરાત ઓપન ચેસ સ્પર્ધા સંપન્ન 150 સ્પર્ધકોએ ગાંધીનગરની ચેસ સ્પર્ધામાં ભાગ લીધો
ગાંધીનગર ખાતે ગુજરાત ઓપન ચેસ સ્પર્ધા સંપન્ન 150 સ્પર્ધકોએ ગાંધીનગરની ચેસ સ્પર્ધામાં ભાગ લીધો સોમવાર :- ચેસ એસોસિએશન ગાંધીનગર દ્વારા ગઈ કાલ રવિવારે ગાંધીનગર ખાતે અલગ અલગ ચાર વિભાગ માં ઓપન ગુજરાત ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું જેમાં ગુજરાત ના વિવિધ જિલ્લામાંથી 154 ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં 9 વર્ષ થી નીચેના વિભાગ માં પ્રથમ રેઅંસ સોદાની, દ્વિતિય પ્રિયામી અગ્રવાલ અને તૃતીય શ્રેયાસ સોલંકી રહ્યા હતા.9 થી 12 વર્ષના વિભાગમાં પ્રથમ સંન્યામી શાહ, દ્વિતિય અનય શાહ અને તૃતીય હેત વ્યાસ રહ્યા હતા.* *12 થી 15 વર્ષ ના વિભાગ* *માં પ્રથમ રેયાન સોની , દ્વિતિય સોહમ ગાંધી અને તૃતીય દેવાશ્ય ઠાકર રહ્યા હતા, જ્યારે* *ઓપન ગ્રુપ માં ચેમ્પિયન નિવીદ રાણા, રનરઅપ રુદ્ર પાઠક અને તૃતીય જયેશ જાદવ બન્યા છે.* *પ્રથમ ત્રણ ગ્રુપના 1,2 અને 3 નંબર ને ટ્રોફી થી સન્માન્યા હતા અને 4 થી 10 નંબર નું મેડલ થી સન્માન કરાયું હતું. જ્યારે ઓપન ગ્રુપ ના વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કારો અને આશ્વાસન પુરસ્કારો એનાયત કરાયા હતા.* *સ્પર્ધામાં વિજેતાઓ ને ચેસ એસોસિએશન ગાંધીનગર ના પ્રેસિડેન્ટ શ્રી પી. એમ ઝાલા, વ