પોસ્ટ્સ

ઑગસ્ટ 4, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

અરવલ્લી જિલ્લામાં હર્ષ અને માનભેર ઉજવાયો મહિલા નેતૃત્વ દિવસ.

છબી
અરવલ્લી જિલ્લામાં હર્ષ અને માનભેર ઉજવાયો મહિલા નેતૃત્વ દિવસ. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત નારી વંદન ઉત્સવ અંતર્ગત યોજાયો કાર્યક્રમ. અરવલ્લી જિલ્લાના મોડાસામાં ટાઉનહોલ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં દરેક ક્ષેત્રે નેતૃત્વ કરી પોતાનું યોગદાન આપનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું. મહિલાઓ દરેક ક્ષેત્રે પોતાની આગવી નેતૃત્વ કળાને કારણે પોતાનું આગવું સ્થાન બનાવી ચુકી છે. લોકો કહે છે મહિલાએ પુરુષ સમોવડી બનવાનું છે પરંતુ આજની મહિલા પુરુષો કરતાં ક્યાંય આગળ જોવા મળે છે. દરેક ક્ષેત્રે આગળ વધતા આ દેશની કમાન દેશની મહિલાઓના હાથમાં છે. ખેતી, શિક્ષણ, પશુપાલન, આરોગ્ય, સમાજ કલ્યાણના ક્ષેત્રે પણ મહિલાઓ આગેવાની કરી રહી છે. આજના કાર્યક્રમમાં ગુજરાત ભાજપના મહિલા મોરચાના ઉપપ્રમુખ શ્રી કૌશલ્ય કુંવરબા, સામાજિક કાર્યકર શ્રી મિત્તલ પટેલ, જાણીતા વકીલ શ્રી સોનલ જોષી,જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી લાલસિંહ ચૌહાણ, નગરપાલિકા પ્રમુખ શ્રી જલ્પા ભાવસાર, જિલ્લા પંચાયતના મહિલા સભ્યો, મહિલા સર