પોસ્ટ્સ

માર્ચ 22, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ડીસા શહેરમાં સ્વામી લીલાશાહ* *મહારાજની ૧૪૨ મી જન્મ જયંતી*

છબી
*ડીસા શહેરમાં સ્વામી લીલાશાહ*   *મહારાજની ૧૪૨ મી જન્મ જયંતી      ડીસા શહેરમાં પ.પૂ. સ્વામી લીલાશાહ મહારાજની ૧૪૨ મી જન્મ જયંતી તા= ૨૭/૦૩/૨૦૨૨ ને‌ રવિવારે ધામધૂમથી ઉજવવામાં આવશે તો દરેક ભાઈ-બહેનો શંભુ મલ વસુ મલ ખત્રી સ્ટેટ બેંક સામે, આઈ.પી.મીશન ચર્ચ કે પાઉન્ડ ડીસા ખાતે સવારે ૮ થી ૧૧ સુધીમાં હવન તેમજ આરતી શ્રી ગોવિંદ મહારાજ દવે  કરાવશે અને ત્યાર બાદ બપોરે મહાપ્રસાદ તેમજ સાંજે ૪:૩૦ કલાકે પ.પૂ. સ્વામી શ્રી પરમાનંદ સરસ્વતીજી ગોધરાવાળા  દીદીનું સત્સંગ નો કાર્યક્રમ રાખેલ હોઈ દરેક ભાઈ-બહેનો આ ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી દર્શન તેમજ પ્રસાદ નો લાભ લેવા અનુરોધ કર્યો છે  બ્યુરો રિપોર્ટ PHN NEWS બનાસકાંઠા 

બનાસકાંઠા...દાંતા... વસી દીવળી ધારેડા કણબિયાવાસ એવા અનેક ગામોમાં ગેર કાયદેસર ઈંટવાળા ધમ ધમી રહ્યા છે* દાંતા પંથકમાં ગેરકાયદેસર ઈંટવાળા ધમધમી રહ્યા છે તેમ છતાં જવાબદાર અધિકારીઓ કેમ મોંન...*

છબી
બનાસકાંઠા...દાંતા વસી દીવળી ધારેડા કણબિયાવાસ એવા અનેક ગામોમાં ગેર કાયદેસર ઈંટવાળા ધમ ધમી રહ્યા છે*  દાંતા પંથકમાં ગેરકાયદેસર ઈંટવાળા ધમધમી રહ્યા છે તેમ છતાં જવાબદાર અધિકારીઓ કેમ મોંન. દાંતા તાલુકામાં અનેક ગામડાઓમાં  ગેરકાયદેસર ઇંટવાળા ધમધમી રહ્યા છે સરકારથી ડર્યા વગર દાંતા તાલુકામાં ચાલતા ગેરકાયદેસર ઇંટવાળા ના મલિકો કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વગર  વર્ષોથી ઈંટવાળા ઉતપન્ન કરી રહ્યા છે સરકારની કરોડો ની રોયલ્ટી ચોરી કરી રહ્યા છે તેમજ જંગલમાંથી લીલા લાકડા તેમજ હાજારો ઘનફૂટ માટી ની ચોરી કરી સરકારને ચેલેન્જ આપી રહ્યા છે છતાંય અધિકારીઓ આંખેથી કાળા ચશ્માં ઉતારતા નથી અને મગનું નામ મરી પાડવા વહીવટી તંત્ર તૈયાર નથી કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને દાંતા મામલતદાર સાહેબ પોતે મોકડુ મેદાન ગોતી ઈન્ટરીયુ આપવાનો ઈન્કાર કરી દાંતા તાલુકા વિકાસ અધિકારી ઉપર ભાર મુકાયો હતો ત્યારે તંત્ર ભેદી નું શુ રહસ્ય હશે તે ચર્ચા નો વિષય બન્યો હતો આ પંથકમાં ઈંટો પકવવા માટે ઇંટવાળા વાળા ઝેરી કેમિકલનો ઉપયોગ કરે છે તેવું પણ લોકો દ્વારા જાણવા મળ્યું હતું અને આ ઝેરી કેમિકલ્સ ના  પ્રદૂષણ ને લિધે જં

મોડાસા ખાતે સફળતાનું સરનામું કાર્યક્રમ યોજાયો.ધોરણ ૧૦ અને ૧૨ બૉર્ડના વિદ્યાર્થીઓ માટે આત્મિક સશક્તિકરણ - કલમ પૂજન કાર્યક્રમ મોડાસાના ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે આયોજન કરવામાં આવ્યું.

છબી
મોડાસા ખાતે સફળતાનું સરનામું કાર્યક્રમ યોજાયો. ધોરણ ૧૦ અને ૧૨ બૉર્ડના વિદ્યાર્થીઓ માટે આત્મિક સશક્તિકરણ - કલમ પૂજન કાર્યક્રમ મોડાસાના ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે આયોજન કરવામાં આવ્યું.  મોડાસા,તા.૨૨ માર્ચ:  આવી રહેલ ૨૮ માર્ચથી ધોરણ ૧૦ અને ૧૨ ની  બોર્ડની પરીક્ષા શરુ થઈ રહી છે. ત્યારે આ વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો આંતરિક ભય દૂર થાય તે માટે ગાયત્રી ચેતના કેન્દ્ર, મોડાસા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. પરિક્ષાર્થીઓમાં ઉભા થતાં ભયથી મુક્ત રહેવા મનો શારિરીક શૈક્ષણિક અને આધ્યાત્મિક આત્મિક સશક્તિકરણ અને કલમ પૂજન કાર્યક્રમ આજરોજ ૨૨ માર્ચ, મંગળવારે કરવામાં આવ્યો. પરીક્ષાની દરેક ક્ષણનો સદુપયોગ વિદ્યાત્મક તેમજ સકારાત્મક નિયોજનમાં લાગી જાય તો સફળતાના ક્ષેત્રે ચમત્કાર દેખાવા લાગે છે.   આવા ઉદ્દેશ્ય સાથે બોર્ડની પરિક્ષા આપનાર સૌ વિદ્યાર્થીઓને નિમંત્રિત કરવામાં આવ્યા. જેમાં બોર્ડના ૧૦૦ થી વધુ પરીક્ષાર્થીઓ  ઉપસ્થિત રહ્યાં હતા. મોડાસા ક્ષેત્રમાં સૌથી વધુ ગાયત્રી મંત્ર લેખન કરનાર એવા સાધક ગીતાબેન પટેલ દ્વારા દિપ પ્રજ્વલિત કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો.