પોસ્ટ્સ

ઑક્ટોબર 28, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

અરવલ્લી જિલ્લાના ઈસરી દસગામ પરગણા રોહિત સમાજ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સ્નેહ મિલન સન્માન સમારોહ તા.27/10/2022ના રોજ ઈસરી મુકામે યોજવામાં આવ્યો હતો,

છબી
અરવલ્લી જિલ્લાના ઈસરી દસગામ પરગણા રોહિત સમાજ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સ્નેહ મિલન સન્માન સમારોહ તા.27/10/2022ના રોજ ઈસરી મુકામે યોજવામાં આવ્યો હતો,       જેમાં મોટી સંખ્યામાં દસ ગામ રોહિત સમાજના આગેવાનો અને સભ્યો હાજર રહ્યા હતાં, ટ્રસ્ટના પ્રમુખશ્રી રેવાભાઈ ચમાર(વલુણા), સમારંભના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ ચમાર(તરકવાડા),અતિથિ વિશેષ શ્રી રમણભાઈ ગૌતમ(ગેડ), ઉપપ્રમુખ શ્રી રેવાભાઈ ભાંભી(નવાગામ), મંત્રી શ્રી જયંતીભાઈ પરમાર(ઈસરી) અને સમગ્ર કાર્યક્રમના સંયોજકશ્રીઓ લવજીભાઈ પ્રિયદર્શી સાહેબ (ગેડ) અને દિનેશભાઈ પરમાર સાહેબ (ગેડ) તમામ સભ્યો દ્વારા સમાજના વડિલો, દાતાઓ, આમંત્રિત મહેમાનો, નિવૃત્ત કર્મચારીઓ, તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યાં હતાં, સમગ્ર કાર્યક્રમમાં સમાજના શૈક્ષણિક વિકાસ ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો અને વર્ષોથી ચાલ્યા આવતાં કુરિવાજોને તીલાંજલી આપવાની તેમજ ગોળ પરગણાથી ઉપર જિલ્લા લેવલે અને રાજ્ય લેવલે સમાજ એક થાય અને બંધારણના ઘડવૈયા ડૉ.બાબા સાહેબ આંબેડકરના શૈક્ષણિક રથને આગળ વધારવાનો અને સમાનતા અને બંધુતાની ભાવના કેળવાય તેવો સંકલ્પ કરવામાં આવ્યો હતો.બ્યુરો ર

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું.

છબી
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું. ૩૧ મી ઓકટોબર, ૨૦૨૨ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ (રાષ્ટ્રીય એકતા દિવસ) સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ મનાવવામાં આવે છે. ૨૫ થી ૩૧ ઓકટોબર, ૨૦૨૨ દરમિયાન રાષ્ટ્રીય સ્તરે એકતા માટે એક અઠવાડીયાની લાંબી ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે . અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આજ રોજ સવારે ૦૮:૦૦ કલાકે એક સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું.  જેનો રૂટ ઓધારી તળાવ થી ટાઉન હોલ, ટાઉન હોલ થી પેલેટ હોટલ, પેલેટ હોટલથી સહયોગ ચોકડી અને સહયોગ ચોકડીથી ઓધારી તળાવ તેની પૂર્ણાહુતી કરવામાં આવી. જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો અને આ ઝુંબેશને સફળ બનાવ્યો. બ્યુરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.