પોસ્ટ્સ

મે 12, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સમસ્ત ગુજરાત મોઢ મોદી સમાજની વહીવટી કમિટી રાજ્ય કક્ષામાં ડીસાના મોદી સમાજના આગેવાનો ને સ્થાન મળ્યું

છબી
*સમસ્ત ગુજરાત મોઢ મોદી સમાજની વહીવટી કમિટી રાજ્ય કક્ષામાં ડીસાના મોદી સમાજના આગેવાનો ને સ્થાન મળ્યુ. સમસ્ત ગુજરાત મોઢ મોદી સમાજની વહીવટી કમિટી રાજ્ય કક્ષામાં એપ્રિલ 2020 થી માર્ચ 2025 સુધીના નવનિયુકત હોદ્દાઓ જાહેર કરવામાં આવેલ જેમાં ડીસાના મોદી સમાજના ત્રણ આગેવાનોને વહીવટી કમિટીમાં સ્થાન મળતા તેમજ રાજ્યકક્ષાની ક્રેડિટ સોસાયટીના પ્રમુખ તરીકે અને પીપલ્સ મંડળીના ચેરમેન શ્રી શાંતિલાલ કાળીદાસ હેરૂવાલા ની નિમણૂક કરવામાં આવી છે તેમજ ડીસા ઘટકના પ્રમુખ તરીકે શ્રી ઈશ્વરલાલ કાનુડા વાળા તેમજ મંત્રી તરીકે ડીસાના કરિયાણા મર્ચન્ટ ના પ્રમુખ શ્રી જગદીશચંદ્ર શંકરલાલ મોદી (પથ્થર વાળા) ની વરણી કરવામાં આવતા ગુજરાત ના મોદી સમાજ ના તમામ ઘટકો કાર્યરત છે અને તમામ ઘટકો એક સાથે એક જાજમ ઉપર આવે તે જરૂરી છે સમય ની સાથે મોદી સમાજ તમામ સમાજો સાથે તાલ મિલાવી ને આર્થિક સામાજીક અને શૈક્ષણિક સાંસ્કૃતિક રીતે ખુબજ અગ્રસર છે પરંતુ મોદી સમાજ ના દરેક ઘટકો અલગ અલગ રીત રીવાજો થી ચાલે છે અને સમાજ ના દરેક ઘટકો વર્ષો પહેલાં એક્જ સમાજ હતો જે સમય અને એકત્રિત કરવા માટે ના ભગીરથ પ્રયાસ ને મોદી સમાજ ના દરેક ના દરેક ઘટકો ના

અરવલ્લી જિલ્લામાં દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો*

છબી
*અરવલ્લી જિલ્લામાં દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો*  આગામી વિધાનસભા ચુંટણીને ધ્યાનમાં રાખી દિવ્યાંગ મતદારોમાં સાક્ષરતા કેળવાય અને ચુંટણી પ્રક્રિયામાં અવરોધમુક્ત રીતે સહભાગી થઈ શકે તે અર્થે ૧૨ મે૨૦૨૨ નારોજ મોડાસની શ્રી વા.હી.ગાંધી બહેરા-મૂંગા બાળકોની શાળા ખાતે જિલ્લા પુરવઠા અધિકારી અને ૩૧-મોડાસા વિધાનસભા મતદાર વિભાગના મતદાર નોંધણી અધિકારી શ્રી ડૉ. મીતાબેન ડોડીયાની અધ્યક્ષતામાં “દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિવ્યાંગોને મતદાન પ્રક્રિયાથી વાકેફ કરવામાં આવ્યાં હતા તેમજ EVM અને VVPET નિદર્શન કરાવી તથા નવા દિવ્યાંગ મતદાતાઓને વોટીંગ કરાવી માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત્ દિવ્યાંગ મતદારોને ચુંટણીને લગતી વિવિધ સેવાઓ ઘરે બેઠા મળી રહે તે માટે PwD મોબાઈલ એપ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ દિવ્યાંગોની વિવિધ યોજનાઓથી પણ વાકેફ કરવામાં આવ્યાં અને સ્થળ પર યોજનાકીય ફોર્મ પણ ભરાવવામાં આવ્યાં. આ કાર્યક્રમમાં મોડાસા તાલુકાના મામલતદારશ્રી એ.એસ.ગઢવી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી વી.બી.ચૌધરી, તથા સંસ્થાના માનદમંત્ર

આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ**સ્મિત, સેવા અને સંવેદના પ્રતિક સમાન અરવલ્લીની ૧૭૦ મહિલા નર્સ*

છબી
*આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ* *સ્મિત, સેવા અને સંવેદના પ્રતિક સમાન અરવલ્લીની ૧૭૦ મહિલા નર્સ*  સમગ્ર દેશ અને ગુજરાતમાં કોરોનાની અસર જોવા મળી રહી છે ત્યારે આરોગ્યના  કર્મીઓ ફન્ટ્રલાઇન વોરીયર્સ બનીને દિવસ-રાત સેવા કરી રહ્યા છે તો વળી રસીકરણની સઘન કામગીરી કરીને કોરોનાને મ્હાત આપવા પોતાની જીવને પણ જોખમાં મુકી અહર્નિશ સેવા કરનાર નર્સને આજના નર્સિગ દિવસે ખરેખર વંદન કરવાનું મન થાય   આવા જ આપણા અરવલ્લી જિલ્લાની ૧૭૦થી વધુ સ્ટાફ નર્સ બહેનો કોવિડ હોસ્પિટલ, સામૂહિક, પ્રાથમિક, સબ સેન્ટર ખાતે ફરજ તો બજાવી સાથો સાથ સમગ્ર દેશમાં જયારે રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી ત્યારે નર્સ બહેનો દ્વારા અંતરીયાળ વિસ્તારોમાં ઘરે-ઘરે જઇને રસી આપી લોકોને મોતના મુખમાંથી બચાવવાનું ઉમદા કાર્ય કર્યુ છે. વળી સમગ્ર જિલ્લામાં જયારે કોરોનાનો કહેર હતો ત્યારે  જિલ્લામાં મોડાસાની સાર્વજનિક અને બાયડના વાત્રક ખાતે કોવિડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓને પોતાના સ્વજનની જેમ સારવાર કરી છે, તે કઇ રીતે ભૂલી શકાય   કોરોનાના કપરાકાળમાં સારવાર લઇ રહેલા દર્દીઓ જયારે દવા લેવાની કે ઉપચાર માટે અણગમો કે ગુસ્સો વ્યકત કરે