દાંતા તાલુકાની વગદાક્યારી શાળાની દયનીય હાલત, ડિજિટલ ઇન્ડિયા ની ગુલબાંગો નો ફિયાસ્કો
દાંતા તાલુકાની વગદાક્યારી શાળાની દયનીય હાલત, ડિજિટલ ઇન્ડિયા ની ગુલબાંગો નો ફિયાસ્કો હાલ સમગ્ર દેશમાં શિક્ષણ ની મોટી મોટી વાતો કરવામા આવે છે. દેશ ડિજિટલ ક્રાંતિ તરફ આગળ વધી રહ્યો છે ત્યારે બીજી બાજુ શિક્ષણ નુ સ્તર કેટલું નબળું છે અને કેવી શાળાઓ હજુ પણ દયનીય હાલત માં છે તેનો ચિતાર આજે દાંતા તાલુકાના વગદા ક્યારી ગામમાં જોવા મળ્યો. દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી આ શાળાથી ગ્રામજનો એટલા નારાજ થઈ ગયા કે શાળા આગળ કાંટા લગાવી ગેટ બંદ કરી દિધો.દાંતા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી આર આર પટેલ તાત્કાલિક શાળામાં દોડી આવી શાળાનો ચિતાર મેળવ્યો હતો અને ગ્રામજનોની સમજાવટથી કાંટા દુર કર્યા હતા. શાળામાં વાલીઓ રૂબરૂ આવી અધિકારી સમક્ષ રજુઆત કરતાં મામલો ઉગ્ર બન્યો હતો અને શાળાના આચાર્ય અને શિક્ષકો વાલીઓના પ્રશ્નો પર જવાબ આપી શક્યા ન હતા અને ત્યારબાદ ગ્રામજનો નાં આરોપો પર અધિકારી દ્રારા જવાબ લેવામાં આવ્યાં હતા અને શાળા પર અને જવાબદાર શિક્ષકો પર કડક કાર્યવાહી કરવાની વાત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યુ હતુ. દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી સરકારી શાળામા છેલ્