પોસ્ટ્સ

જુલાઈ 30, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

અરવલ્લી જિલ્લામાં આયોજિત રાજ્યકક્ષાના સ્વતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણીની તૈયારીઓ શરૂ.

છબી
અરવલ્લી જિલ્લામાં આયોજિત રાજ્યકક્ષાના સ્વતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણીની તૈયારીઓ શરૂ. -------------------------- 15 મી ઓગસ્ટ 2022 ના રોજ એન્જિનિરિંગ કોલેજ પાછળ (પી.એમ. ગ્રાઉન્ડ), મોડાસા ખાતે યોજાશે રાજ્યકક્ષાનો સ્વાતંત્ર પર્વ. અરવલ્લીની ગિરિમાળામાં વસેલા જિલ્લા અરવલ્લીમાં ગુજરાત ઉજવશે સ્વતંત્ર્ય પર્વ. અરવલ્લી જિલ્લો સતત વિકાસની નવી ક્ષિતિજો સર કરી રહ્યો છે. સતત વિકાસ કરતું રાજ્ય ગુજરાત આ વર્ષે ખુબજ ઉત્સાહ પૂર્વક આઝાદીનો જશ્ન મનાવશે.આ ઉજવણી નિમિત્તે એટ હોમ કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ અને મુખ્ય ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. આઝાદી પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવશે.  ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત સહિત રાજ્યકક્ષાના ઉચ્ચ અધિકારીઓ કાર્યક્રમમાં હાજરી આપશે. રાજ્યમાં ઉત્તમ કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા આ પ્રસંગને યાદગાર બનાવશે. શૌર્ય ગીત અને ત્રિરંગી રોશનીથી અરવલ્લી ઝળહળી ઉઠશે. જિલ્લા કક્ષાએ તમામ વ્યવસ્થા જાળવવા કલેકટર શ્રી ડો.નરેન્દ્રકુમાર મીનાની અઘ્યક્ષતામાં બેઠક મળી. બેઠકમાં કાર્યક્રમની તમામ

આઝાદીના ના “અમૃત મહોત્સવ” ના ભાગરૂપે ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવા માટે, ઊર્જા મંત્રાલયે ગુજરાત ના અરવલ્લી જિલ્લા ના ડેમઈ શહેરમા 'વીજળી મહોત્સવ'નું આયોજન કર્યું. વીજળી મહોત્સવનો રાજ્ય અને કેન્દ્ર સરકારો વચ્ચેના સહયોગની ઉજવણી કરવા અને પાવર સેક્ટરની મુખ્ય સિદ્ધિઓને પ્રકાશિત કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો .

છબી
આઝાદીના ના “અમૃત મહોત્સવ” ના ભાગરૂપે ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવા માટે, ઊર્જા મંત્રાલયે ગુજરાત ના અરવલ્લી જિલ્લા ના ડેમઈ શહેરમા 'વીજળી મહોત્સવ'નું આયોજન કર્યું. વીજળી મહોત્સવનો રાજ્ય અને કેન્દ્ર સરકારો વચ્ચેના સહયોગની ઉજવણી કરવા અને પાવર સેક્ટરની મુખ્ય સિદ્ધિઓને પ્રકાશિત કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો . કેટલાક મુખ્ય ઉપલબ્ધિઓ આ મુજબની છે વીજ ઉત્પાદનની ક્ષમતા 2014 માં 2,48,554 મેગાવોટથી હતી તે આજે વધીને 4,00,000 મેગાવોટ થઈ છે જે આપણી માંગ કરતાં 1,85,000 મેગાવોટ વધુ છે. ભારત હવે તેના પાડોશી દેશોમાં વીજળીની નિકાસ કરી રહ્યું છે. 1,63,000 સર્કીટ કિલોમીટર ટ્રાન્સમિશન લાઇન ઉમેરવામાં આવી છે, જેથી કરી સમગ્ર દેશને એક જ ફ્રીક્વન્સી પર ચાલતી એક જ ગ્રીડમાં જોડે છે. લદ્દાખથી કન્યાકુમારી અને કચ્છથી મ્યાનમાર સરહદ સુધી તે વિશ્વની સૌથી મોટી સંકલિત ગ્રીડ તરીકે ઉભરી આવી છે. આ ગ્રીડનો ઉપયોગ કરીને આપણે દેશના એક ખૂણેથી બીજા ખૂણે 1,12,000 મેગાવોટ વીજળી ટ્રાન્સમિટ કરી શકીએ છીએ. અમે પેરીસમાં યોજાયેલ કલાયમેટ ચેન્જ કોન્ફરન્સ(COP21)માં વચન આપ