દર્દી દેવો ભવ:"ના સૂત્ર ને સાર્થક કરતી ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકા ની ટીંબી ગામ ની નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલની વાત છે...
*પ્રેસનોટ.. ********* "દર્દી દેવો ભવ:"ના સૂત્ર ને સાર્થક કરતી ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકા ની ટીંબી ગામ ની નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલની વાત છે... .....****રિપોર્ટર. હરીશભાઈ પવાર..સિહોર ... તમે માનશો નહી; ભાવનગરની સિવિલ હોસ્પિટલ કરતા એક ગામડાની હોસ્પિટલમાં રોજની OPD [આઉટ પેશન્ટ ડીપાર્ટમેન્ટ] 1000 થી વધુ થાય છે ! રોજના 25 થી વધુ ઓપરેશન થાય છે ! સુરતમાં 500 કરોડ કરતા વધુ ખર્ચથી બનેલી કિરણ હોસ્પિટલ કરતા પણ વધુ OPD થાય છે ! સુરતથી રોજના અસંખ્ય દર્દીઓ આ ગામડાની હોસ્પિટલમાં સારવાર માટે આવે છે !* *ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામની નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલની આ વાત છે. આ હોસ્પિટલની વિશેષતા શું છે? અહીં સર્જરી થાય છે. પ્રોસ્ટેટ/થાઈરોઈડ/એપેન્ડિક્સ/આંતરડા, નાક, કાન, ગળા/સીઝેરિયન/મોતિયા/ઝામર/ઓર્થોપેડિક/મણકા/ફેફસા/ગર્ભાશયની કોથળી વગેરે. સુવિધાઓ શું છે? 24 કલાક ઈમરજન્સી સારવાર/અધ્યતન લેબોરેટરી/ફીઝિયોથેરાપી/ફેકો મશીન/ફિટલ ડોપ્લર/ઓટો રીફેક્ટોમીટર/લેસર મશીન/નવજાત બાળકો માટે વોર્મર/ ડિજિટલ એક્સ-રે/ડેન્ટલ એક્સ-રે/ટોનીમીટર/કલર ડોપ્લર/ઈકોકાર્ડિયોગ્રામ