પોસ્ટ્સ

જાન્યુઆરી 1, 2023 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ચિખલા ખાતે ગેર કાયદેસર દરવાજો વન વિભાગની જગ્યામાં બન્યો, વન વિભાગ મૌન!

છબી
ચિખલા ખાતે ગેર કાયદેસર દરવાજો વન વિભાગની જગ્યામાં બન્યો, વન વિભાગ મૌન!     ગુજરાતમાં વિવિધ જિલ્લાઓ આવેલા છે,જેમાં સૌથી મોટો સરહદી જિલ્લો કચ્છ બાદ બનાસકાંઠા જિલ્લો આવે છે આ બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકાઓ આવેલા છે જેમાં સૌથી પછાત અને અંતરીયાળ તાલુકો દાંતા તાલુકો રાજસ્થાન અને ગુજરાતની સરહદ ઉપર પહાડો માં આવેલો છે. દાતા તાલુકામાં સરકારી કામો માત્ર કાગળ પર ચાલી રહ્યા છે અને આ કારણે આ તાલુકામાં ભૂતકાળમાં ઘણા બધા ભ્રષ્ટાચાર થયા છે. ગુજરાત રાજ્યના આ તાલુકામાં શિક્ષણ વિભાગ, વન વિભાગ અને વહીવટી કામોમાં મોટા પાયે ગેરરિતી થયેલી છે.દાંતા તાલુકામાં વન વિભાગમા પણ ભ્રષ્ટાચાર આચરવામાં ઘણું જ આગળ નીકળી ગયું છે. દાંતા તાલુકામાં વન વિભાગ ની જગ્યા ઉપર ઘણા બધા દબાણો થયેલા છે,પરંતુ વન વિભાગ ઘોર નિંદ્રામાં ઉંઘી ગયુ હોઈ કોઈ દબાણ હટાવતું નથી અને આ જગ્યા ખુલ્લી કરાવતુ નથી અને આ કારણે દાંતા તાલુકામાં જંગલની જગ્યા ધીમે ધીમે ઓછી થતી જાય છે જેના કારણે જંગલમાં રહેતા જંગલી જાનવરોને પણ પારાવાર મુશ્કેલી નડી રહી છે.      દાંતા તાલુકામાં અંબાજી થી ખેડબ્રહ્મા માર્ગ પર ચીખલા ગામ આવેલું છે આ ગામમાં તિરુપતિ માર્બલ