પોસ્ટ્સ

મે 20, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

અરવલ્લી જિલ્લામાં મળી " સખી" વન સ્ટોપ સેન્ટરની જિલ્લા મોનિટરિંગ સમિતિની સમીક્ષા બેઠક-------------------------------------------------------------------------માનનીય. કલેક્ટર શ્રી નરેન્દ્રકુમાર મીનાના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠકનું આયોજન કરાયું--------------------------------------------------

છબી
અરવલ્લી જિલ્લામાં મળી " સખી" વન સ્ટોપ સેન્ટરની  જિલ્લા મોનિટરિંગ સમિતિની સમીક્ષા બેઠક ------------------------------------------------------------------------- માનનીય. કલેક્ટર શ્રી નરેન્દ્રકુમાર મીનાના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠકનું આયોજન કરાયું -------------------------------------------------- માનનીય કલેક્ટર શ્રીના અધ્યક્ષ સ્થાને પરખ સંસ્થા,હિંમતનગર  સંચાલિત " સખી" વન સ્ટોપ સેન્ટર,અરવલ્લી ની જિલ્લા મોનિટરિંગ સમિતિની સમિક્ષા બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં અરવલ્લીના  દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી ડો.નરેશભાઈ મેણાત શ્રી દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર મારફતે થયેલ કામગીરીનુ પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતુ. સખી વન સ્ટોપ સેંન્ટર મારફતે મહિલા કલ્યાણ ક્ષેત્રે થયેલ કામગીરીની માન. કલેક્ટર શ્રી તથા સમિતિના સભ્યોએ નોંધ લીધી અને થયેલ કામગીરીથી સંતોષ વ્યક્ત કરેલ તથા મહિલા કલ્યાણ ક્ષેત્રે હજુ વધારે સારી કામગીરી થાય તેવી આશા વ્યક્ત કરી.  બેઠકમાં સખી વન સ્ટોપના નવિન મકાન અંગે પણ ચર્ચા કરવામાં આવી જેમાં જણાવાયું કે નવીન મકાનનું બાંધકામની કામગીરી પુર્ણ

અરવલ્લી જીલ્લાના મોડાસા ખાતે Scheme for Financial Assistance to Integrated Logistics Facilities અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો જે અન્વયે સરકારશ્રીની સદર યોજનાનો લાભ મેળવી શકાય અને જિલ્લામાં લોજીસ્ટીક પાર્ક ડેવલોપ થાય તેના પ્રયાસ રૂપી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, અરવલ્લીના મદદનીશ ઉદ્યોગ કમિશ્નરશ્રી ડી.ડી.સોલંકી એ જરૂરી પ્રેઝન્ટેશન મારફતે ઉદ્યોગકારોને સદર યોજનાઓ અંગે જાણકારી આપી

છબી
અરવલ્લીના મોડાસામાં યોજાયો ઉદ્યોગકારો માટે સેમીનાર ------------------------------------------------------------------------ અરવલ્લી જીલ્લાના મોડાસા ખાતે Scheme for Financial Assistance to Integrated Logistics Facilities અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો જે અન્વયે સરકારશ્રીની સદર યોજનાનો લાભ મેળવી શકાય અને જિલ્લામાં લોજીસ્ટીક પાર્ક ડેવલોપ થાય તેના પ્રયાસ રૂપી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, અરવલ્લીના મદદનીશ ઉદ્યોગ કમિશ્નરશ્રી ડી.ડી.સોલંકી એ જરૂરી પ્રેઝન્ટેશન મારફતે ઉદ્યોગકારોને સદર યોજનાઓ અંગે જાણકારી આપી આ સેમિનારમાં મોડાસા ઇન્ડ્સ્ટ્રીયલ એસ્ટેટ એસોસીએશના પ્રતિનિધીશ્રી મોહનભાઇ પટેલ, વાંકાનેર જીઆઇડીસી એસ્ટેટ એસોસીએશના પ્રમુખશ્રી કબીરભાઇ થોરી, રોડ ટ્રાન્સપોર્ટ એસોસીએશન મોડાસાના પ્રમુખ સાજીદભાઇ તથા બાબુભાઇ ટાઢા ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં જિલ્લાના બહોળા પ્રમાણમાં ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યાં હતાં. બ્યુરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી  અરવલ્લી

કેપ્સિકમની ખેતીથી સમૃદ્ધ બન્યા ખેડૂત, મેળવ્યો રૂ.12 લાખનો ચોખ્ખો નફો

છબી
પ્રગતિશીલ ખેડૂત ------------------------------------------------------------------------- કેપ્સિકમની ખેતીથી સમૃદ્ધ બન્યા ખેડૂત, મેળવ્યો રૂ.12 લાખનો ચોખ્ખો નફો ----------------------------------------------------------------------- તમે કેટલાય ખેડૂતોને પરંપરાગત પાકની ખેતીથી હટી કંઇક અલગ વાવેતર કરી લાખોની કમાણી કરતા જોયા હશે. આજે આપણે અરવલ્લી જીલ્લાના એવા જ એક ખેડૂતની વાત જણાવીશું જેણે કેપ્સિકમની ખેતી કરી લાખોની કમાણી કરી છે. અરવલ્લીના બામણવડ ગામમાં રહેતા રામાભાઈ પટેલ પહેલાં મગફળી અને ઘઉંની ખેતી કરતા હતાં જેમાં તેમને બહું સારું વળતર મળતું ન હતું. આ ખેતીથી તેમના પરિવારનું ભરણપોષણ મુશ્કેલીથી થતું હતું. પછી બાગાયત વિભાગના અધિકારીઓએ તેમને બાગાયતી ખેતી કરવા યોગ્ય માહિતી અને માર્ગદર્શન પૂરું પાડયું. બાયાગત ખાતા દ્વારા હાઈબ્રિડ બિયારણ ઘટકમાં રૂ.19 હજાર અને પ્લાસ્ટિક આવરણા ઘટકમાં રૂ.14 હજારની પ્રોત્સાહિત રકમ પણ પૂરી પાડવામાં આવી.  યોગ્ય માર્ગદર્શન અને સહાય મળતા રામાભાઈ પટેલે તેમના ખેતરમાં કેપ્સિકમની ખેતી કરી. છેલ્લા વર્ષ 2021-2022 માં તેમને 2 લાખનો ખેતી ખર્ચ કર