અપડેટ બનાસકાંઠાકાંકરેજના ટેંબી ગામનું ગૌરવકાંકરેજના ટેંબી ગામના મેહુલકુમાર દેવચંદભાઈ જોશી મહારાષ્ટ્ર યોગાસન સ્પોટર્સ એસોસિયેશન ચેમ્પિયન માં સમગ્ર મહારાષ્ટ્ર માં એજ ગ્રુપ 20-28 સિનિયર બોય માં તૃતીય સ્થાન સાથે કાંસ્ય પદક પ્રાપ્ત કરવા આવ્યું. નેશનલ યોગાસન સ્પોર્ટ્સમાં ફેડરેશન સંલગ્ન મહારાષ્ટ્ર યોગાસન સ્પોટર્સ એસોસિએશન દ્વારા યોગાસન સ્પર્ધા નું આયોજન થયું હતું જેમાં અલગ-અલગ મહિલાઓ અને પુરુષો નો જુથો હતા તેની અંતર્ગત સિનિયર ગ્રુપ માં બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ટેંબી ગામનાં મેહુલભાઈ જોશી સમગ્ર મહારાષ્ટ્ર માં કાંસ્ય પદક સાથે ત્રીજા નંબરે આવતા સમગ્ર બનાસકાંઠાનું અને ટેંબી ગામનું ગૌરવ વધાર્યું હતું. ભારત સરકાર ના યુવક સેવા અને ખેલ મંત્રાલય દ્વારા માન્યતા પ્રાપ્ત એક માત્ર " નેશનલ યોગાસન સ્પોર્ટ્સ ફેડરેશન " દ્વારા આગામી ૨૪ થી ૨૬ માર્ચ ૨૦૨૧ ના રોજ Online નેશનલ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ નું આયોજન થશે જેમાં મહારાષ્ટ્ર રાજ્ય તરફથી મેહુલકુમાર દેવચંદભાઈ જોશી ભાગ લેશે. રિપોર્ટ શંકરલાલ બી.પુરોહિત બનાસકાંઠા લિંક મેળવો Facebook X Pinterest ઇમેઇલ અન્ય ઍપ માર્ચ 23, 2021 https://primehindusthannews.blogspot.Com