પત્રકાર એકતા સંગઠન,પત્રકાર એકતા સંગઠનની મહિસાગર જિલ્લાની મિટિંગ ગોસાઈ સમાજ ઘર મહિસાગર ખાતે યોજાઇ ગઇ.

પત્રકાર એકતા સંગઠન પત્રકાર એકતા સંગઠનની મહિસાગર જિલ્લાની મિટિંગ ગોસાઈ સમાજ ઘર મહિસાગર ખાતે યોજાઇ ગઇ. ગુજરાતભરના જિલ્લાઓ માં તાલુકા સાથેની કારોબારી ધરાવતા એકમાત્ર પત્રકાર સંગઠન એટલે કે પત્રકાર એકતા સંગઠન ની મહિસાગર જિલ્લાની નવીન કારોબારી ની રચના કરવા બેઠક યોજાઈ હતી. આ કાર્યક્રમ માં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા , પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગભાઈ પંડ્યા ,પાલીતાણા થી પ્રદેશ અગ્રણી શ્રી ગીરવાનસિંહ સરવૈયા , પાલીતાણા થી આર.બી.રાઠોડ, મહેસાણાથી પ્રહલાદભાઈ ચૌહાણ, પ્રદેશ આઇ.ટી. સેલ અધ્યક્ષ સમીર બાવાણી તેમજ ઝોન ૯ પ્રભારી ભરતસિંહ રાઠોડ, ઝોન ૧૦ પ્રભારી પ્રદીપસિંહ સરવૈયા, ઝોન ૯ સહ પ્રભારી દિનેશભાઈ કલાલ , ઝોન ૧૦ સહ પ્રભારી નિલેશભાઈ પાઠક ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય સંસ્કૃતિ મુજબ કાર્યક્રમ ની શરૂઆત માં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. કાર્યક્રમ ની શરૂઆત પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગભાઈ પંડ્યા પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું કે મર્હુમ સલીમભાઈ નાં એક વિચારથી સંગઠન ની સ્થાપના કરવામાં આવી અને પત્રકાર એકતા સંગઠ...