પત્રકાર એકતા સંગઠન,પત્રકાર એકતા સંગઠનની મહિસાગર જિલ્લાની મિટિંગ ગોસાઈ સમાજ ઘર મહિસાગર ખાતે યોજાઇ ગઇ.

પત્રકાર એકતા સંગઠન
પત્રકાર એકતા સંગઠનની મહિસાગર જિલ્લાની મિટિંગ ગોસાઈ સમાજ ઘર મહિસાગર ખાતે યોજાઇ ગઇ. 
ગુજરાતભરના જિલ્લાઓ માં તાલુકા સાથેની કારોબારી ધરાવતા એકમાત્ર પત્રકાર સંગઠન એટલે કે પત્રકાર એકતા સંગઠન ની મહિસાગર જિલ્લાની નવીન કારોબારી ની રચના કરવા બેઠક યોજાઈ હતી. 

આ કાર્યક્રમ માં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા , પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગભાઈ પંડ્યા ,પાલીતાણા થી પ્રદેશ અગ્રણી શ્રી ગીરવાનસિંહ સરવૈયા , પાલીતાણા થી આર.બી.રાઠોડ, મહેસાણાથી પ્રહલાદભાઈ ચૌહાણ, પ્રદેશ આઇ.ટી. સેલ અધ્યક્ષ સમીર બાવાણી તેમજ ઝોન ૯  પ્રભારી ભરતસિંહ રાઠોડ,   ઝોન  ૧૦ પ્રભારી પ્રદીપસિંહ સરવૈયા,
ઝોન ૯ સહ પ્રભારી દિનેશભાઈ કલાલ , ઝોન ૧૦ સહ પ્રભારી નિલેશભાઈ પાઠક ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ભારતીય સંસ્કૃતિ મુજબ કાર્યક્રમ ની શરૂઆત માં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

કાર્યક્રમ ની શરૂઆત પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગભાઈ પંડ્યા પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું કે મર્હુમ સલીમભાઈ નાં એક વિચારથી સંગઠન ની સ્થાપના કરવામાં આવી અને પત્રકાર એકતા સંગઠન આ નામ પણ ગાંધીનગર ની પ્રથમ મિટિંગ  સર્વાનુમતે રાખવામાં આવ્યું. ભારત નું  લોકશાહી ઢબે કામ કરતું પત્રકાર સંગઠન એટલે પત્રકાર એકતા સંગઠન  એકમાત્ર એવું સંગઠન છે જેની ગુજરાત નાં તમામ જિલ્લા અને તાલુકા માં કારોબારી છે. માત્ર નામનું નહિ પરંતુ કામનું કહી શકાય તેવું સંગઠન હાલ પત્રકારોનો આવાજ બની સરકાર સાથે વાટાઘાટ કરી અને પત્રકારો ને ન્યાય અપાવવા નાં પંથ પર ચાલી રહ્યું છે.

હાજર મંચસ્થ મહાનુભવો  શ્રી ગીરવાનસિંહ સરવૈયા ,  આર.બી.રાઠોડ,   પ્રહલાદભાઈ ચૌહાણ, પ્રદેશ આઇ.ટી. સેલ અધ્યક્ષ સમીર બાવાણી ભરતસિંહ રાઠોડ,     પ્રદીપસિંહ સરવૈયા,
 દિનેશભાઈ કલાલ , નિલેશભાઈ પાઠક દ્વારા પોતાના પ્રાસંગિક ઉદ્બોધન માં એકસુરે પત્રકારો ને એક થઈ અને સાથ સહકાર આપી સંગઠન નો વ્યાપ વધારવા અને પત્રકારો ને મજબૂત કરવા માટે સંગઠીત થવા આહવાન કર્યું હતું.

પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા દ્વારા પોતાના પ્રાસંગિક ઉદ્દબોધન માં જણાવ્યું કે પત્રકાર એકતા સંગઠન હાલ સમગ્ર ગુજરાતના   જિલ્લાઓ માં તાલુકાની કારોબારી સાથે કાર્યરત છે અને  પત્રકારો નાં પ્રશ્નો ને વાચા આપવા તત્પર રહેતું એકમાત્ર સંગઠન સરકાર સાથે વાટાઘટો મારફત વિવિધ માંગણીઓ સ્વીકૃત કરાવી પત્રકારોની પાછલા વર્ષો ની છીનવાયેલ  સુવિધાઓ પણ પરત અપાવવા થી ખુબ નજીક છે. 

પત્રકાર એકતા સંગઠન ની કાર્યપદ્ધતિ મુજબ કાયદેસર ની ચટણી પ્રક્રિયા યોજી અને પ્રમુખ પદ માટે  સર્વાનુમતે મહિસાગર જિલ્લા પત્રકાર એકતા સંગઠન નાં પ્રમુખ તરીકે મયંકભાઇ જોષી ચૂંટાઈ આવ્યા હતા.

 વિવિધ હોદ્દા ની દરખાસ્ત મંગાવી સર્વાનુંમતે ઉપપ્રમુખ તરીકે ચિંતનભાઈ શાહ, ગજાનન ભાઈ શુક્લ, વિશાલસિંહ સોલંકી ,  મહામંત્રી તરીકે મિતેશભાઈ ભાટિયા, સાગરસિંહ ઝાલા, વિશાલભાઈ પારેખ, મંત્રી તરીકે  રાહુલભાઇ પટેલ, છત્રસિંહ ચૌહાણ,  સહમંત્રી તરીકે મિતુરાજ સિંહ પવાર, ઇન્દ્રવદન ભાઈ પંડ્યા , કાર્યાલય મંત્રી તરીકે ઉજ્જવલભાઈ દવે  , લીગલ એડવાઇઝર તરીકે ઇન્દ્રવદન ભાઈ પરીખ તેમજ આઇ.ટી.સેલ માં હસમુખભાઈ રાવલ અને ધ્રુવભાઈ દરજીની નિમણુક અપાઈ હતી.

કાર્યક્રમ બાદ પત્રકાર એકતા સંગઠન મહિસાગર જિલ્લા ની કાર્યાલય ઓફિસ નું ઉદ્દઘાટન પ્રદેશ અધ્યક્ષ શ્રી અને પ્રદેશ પ્રભારી નાં વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
 
અંતે સૌ પત્રકાર મિત્રો તિથિ ભોજન લઇ છુટ્ટા પડ્યા

બાઈટ - લાભુભાઈ કાત્રોડીયા, પ્રદેશ અધ્યક્ષ : પત્રકાર એકતા સંગઠન
બ્યુરો રિપોર્ટ PHN NEWS ગુજરાત 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો