થરાદ તાલુકાના ભૂરિયા મુકામે 11મુખી હનુમાનદાદાના સ્થાને વિશ્વ કલ્યાણ માટે સતત 73મા સંગીત મય સુંદરકાંડનો પાઠ કરવામાં આવ્યો

થરાદ તાલુકાના ભૂરિયા મુકામે 11મુખી હનુમાનદાદાના સ્થાને વિશ્વ કલ્યાણ માટે સતત 73મા સંગીત મય સુંદરકાંડનો પાઠ કરવામાં આવ્યો 
11મુખી હનુમાનજી સ્થાન તથા અન્નક્ષેત્ર ભૂરિયા  સતત આ પંથકમાં શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે આવા હલાહલ કળિયુગમાં પણ 11મુખી હનુમાન દાદા ના  પરમ ભક્ત સંત ઘેવરદાસ બાપુ વિશ્વ કલ્યાણ માટે સવા વર્ષ સુધી દર શનિવારે સુંદર કાંડ પાઠ કરવાનો સંકલ્પ કરેલ જે પુર્ણ થયા પછી પણ ભકતજનોના અદભૂત સાથ સહકાર તથા માંગના કારણે  જેનો શાસ્ત્રોમાં ખૂબ ખૂબ મોટો મહિમો બતાવેલ છે  તેવા સુંદરકાંડનો પાઠ માનસ કથાકાર  વિક્રમભાઈ દવે સ્વરમાં માલી પૂનમાભાઈ માલાજી માલી તથા રમેશભાઈ માંનાજી માલી મુ ભૂરિયા તા થરાદ  ના સૌજન્યથી 73મો કરવામાં આવેલ જેમા બહોળી સંખ્યામાં ભક્તજનો એ શ્રવણનો લાભ લીધેલ તેમાં ગણમાન્ય લોકો એ હાજરી આપેલ 
74મા સંગીતમય સુંદરકાંડનો પાઠ તા 26/3/22 ને શનિવારે ડો. ભરતભાઈ સાંમાજી ઠાકોર મુ જડિયાલી ના સૌજન્યથી યોજાશે .ટુંક સમયમાં આ સ્થાને આ વિસ્તારના એકમાત્ર 11મુખી હનુમાન દાદા ની પથ્થરમાંથી નિર્મિત 31ફૂટ ઉંચી વિરાટ પ્રતિમા 150 ટનથી વધુ વજનની નિર્માણ થશે કળિયુગમાં હનુમાનજી મહારાજ હાજરા હજૂર દેવ છે આ સ્થાન પર દુર દુર થી ખૂબ જ બહોળી સંખ્યામાં ભક્તજનો ઉમટી રહ્યા છે અને તેમને થયેલા દાદાના અદભુત પરચાઓનુ વર્ણન કરી રહ્યા છે સંત ઘેવરદાસ બાપુ સૌના પ્રત્યે સમભાવ રાખી સૌનો સત્કાર કરી રહ્યા છે ખરેખર એક વખત નિસ્વાર્થ ભાવે વિશ્વ કલ્યાણ માટે ચાલતા આ ધર્મ કાર્યમાં જોડાઈ 11મુખી હનુમાન દાદાના દર્શનનો લાભ લેવા જેવો છે આ સ્થાન પર ટુંક સમયમાં 11મુખી દાદાના તીર્થ ક્ષેત્ર નિર્માણ ના લાભાર્થે સુપ્રસિધ્ધ કથાકાર દ્રારા દિવ્ય  ભવ્ય રામકથા નુ ભોજન પ્રસાદ સાથે આયોજન પણ થવા જઈ રહ્યું છે તેમાં ધર્મ પ્રેમી સજજનોને તન મન ધનથી સાથ સહકાર આપવા 11મુખી હનુમાન ભક્ત મંડળ દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ PHN NEWS બનાસકાંઠા

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો